નરેન્દ્ર મોદીએ આજે સતત બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, 58 મંત્રીઓએ શપથ લીધા, 24 કેબિનેટ મંત્રીઓ સામેલ

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (19:18 IST)
દિલ્હીના રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ આજે સતત બીજી વખત દેશના 15મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
આ વખતના મંત્રીમંડળમાં અમિત શાહને પણ સ્થાન મળ્યું છે. નરેન્દ્ર મોદી તથા રાજનાથસિંહ બાદ અમિત શાહે ત્રીજા ક્રમે શપથ લીધા છે.આ શપથગ્રહણ સમારોહમાં BIMSTEC રાષ્ટ્રોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો મીડિયાના અહેવાલો અનુસાર કાર્યક્રમમાં 6,000 મહેમાનો આમંત્રીત હતા
અર્જુન રામ મેઘવાલ, પૂર્વ આર્મી જનરલ વીકે સિંહ, ફરિદાબાદથી સાંસદ કૃષ્ણપાલ ગુર્જર, નિત્યાનંદ રાય, અનુરાગસિંહ ઠાકુર, બાબુલ સુપ્રિયો, દલિત નેતા અને રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠ્ઠાવલે, રતનલાલ કટારિયા, રાવ સાહેબ દાનવે પાટિલ, તેલંગણાના જી.કિશન રેડ્ડી, પુરષોત્તમ રૂપાલાને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ગડકરી, નિર્મલા, પાસવાન, પ્રસાદે લીધા શપથ
 
સરકારમાં ચોથા મંત્રી તરીકે નીતિન ગડકરીએ શપથ લીધા, તે બાદ સદાનંદ ગૌડાએ શપથ લીધા હતા. તે બાદ ગત સરકારમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે શપથ લીધા હતા. એનડીએના સહયોગી દળ એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, પટના સાહિબથી જીતેલાં રવિશંકર પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા.
હરસિમરત અને પ્રમુખ દલિત નેતા ગેહલોતે શપથ લીધા
 
તે બાદ અકાળી દળના પ્રમુખ નેતા અને ગત સરકારમાં મંત્રી એવાં હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. તો ગત સરકારમાં સામાજિક ન્યાયમંત્રી રહેલાં અને બીજેપીના પ્રમુખ દલિત નેતા થાવરચંદ ગેહલોતે પણ શપથ લીધા હતા.
 
ચંદોલીથી સાંસદ અને ઉત્તરપ્રદેશ બીજેપી અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તેમણે મુંબઇ કોગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને હાર આપી હતી.
બેગૂસરાયથી જીતેલા ભાજપના નેતા ગિરિરાજ સિંહે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તે છેલ્લી સરકારમાં પણ મંત્રી હતા. જોધપુરથી સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવતે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.
  
ભાજપના મુસ્લિમ ચહેરો ગણાતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નકવીએ લોકસભાની ચૂંટણી લડી નથી. કર્ણાટકના ધારવાડથી સાંસદ પ્રહલાદ જોશીએ 20મા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
 
-મોદી સહિત કોણે કોણે શપથ લીધા?
-નરેન્દ્ર મોદી
- રાજનાથસિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
સદાનંદ ગૌડા
નિર્મલા સીતારમણ
રામવિલાસ પાસવાન
નરેન્દ્રસિંહ તોમર
રવિશંકર પ્રસાદ
હરસિમરતકૌર બાદલ
થાવરચંદ ગેહલોત
ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
રમેશ પોખરિયાલ
અર્જુન મુંડા
સ્મૃતિ ઈરાની
ડૉ. હર્ષવર્ધન
પ્રકાશ જાવડેકર
પીયૂષ ગોયલ
ધર્મેન્દ્ર પ્રધાન
મુખ્તાર અબ્બાસ નક્વી
પ્રહલાદ જોશી
મહેન્દ્રનાથ પાંડેય
અરવિંદ સાવંત
ગિરિરાજસિંહ
ગજેન્દ્રસિંહ શેખાવત
સંતોષ ગંગવાર
રાવ ઇંદ્રજિતસિંહ
શ્રીપદ નાયક
ડૉ. જિતેન્દ્રસિંહ
કિરણ રિજીજુ
પ્રહલાદસિંહ પટેલ
રાજકુમારસિંહ
હરપાલસિંહ પુરી
મનસુખ માંડવિયા
ફગ્ગનસિંહ કુલસ્તે
અશ્વિનીકુમાર ચૌબે
અર્જુનરામ મેઘવાળ
જનરલ (રિટાયર) વી. કે. સિંહ
કિશન પાલ
દાનવે રાવસાહેબ દાદારાવ
જી. કિશન રેડ્ડી
પરસોતમ રૂપાલા
રામદાસ આઠવલે
સાધ્વી નિરંજના જ્યોતિ
બાબુલ સુપ્રિયો
સંજીવકુમાર બાલ્યાન
ધોત્રે સંજય શ્યામરાવ
અનુરાગસિંહ ઠાકુર
સુરેશ અગાડી
નિત્યાનંદ રાય
રતનલાલ કટારિયા
વી. મુરલીધરન
રેણુકાસિંહ સરુટા
સોમપ્રકાશ
રામેશ્વર તેલી
પ્રતાપચંદ્ર સારંગી
કૈલાસ ચૌધરી
દેવશ્રી ચૌધરી
નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લેશે. 2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળની શપથ ગ્રહણ મેગા ઈવેંટ થવાની છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે 6000 મેહમાનોને આમંત્રણ અપાયુ છે.  બહારી મેહમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યામાર, થાઈલેંડ નેપાળ અને ભૂટાનના પ્રમુખ સામેલ થશે.  આ ઉપરાંત સાંસદો અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે.   પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં ટોચના વિપક્ષી નેતા, ઉદ્યોગ જગતના દિગ્ગજ, ફિલ્મી કલાકાર વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને બિમ્સટેક સભ્ય સહિતના નેતા હાજર રહેશે. 
 
- રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અમિત શાહ - બીજેપી અઘ્યક્ષ અમિત શહ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તેમની સાથે ભુપેન્દ્ર યાદવ પણ હાજર છે. અમિત શાહે અહી સપા સંરક્ષક મુલાયમ સિહ યાદવની મુલાકાત લીધી.  અમિત શહા આજે મંત્રી પદની શપથ લઈ શકે છે. 
 
- અરુણ જેટલી રાષ્ટૃરપતિ ભવનના સમારંભમાં હાજર નહી રહે. પત્ની, પુત્ર અને પુત્રી શપથ ગ્રહણમાં હાજર રહેવા પહોંચી ગયા છે. 

- હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અનુરાગ ઠાકુરએ પીએમ નરેન્દ મોદીની મુલાકાત લીધી
- બીજેપી અઘ્યક્ષ  અમિત શાહ બનશે મંત્રી,
- પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમં શપથ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે જે ઈશ્વરને ભોગ ધરાવ્યા બાદ શપથગ્રહણ બાદ લોકોને વહેંચવામાં આવશે.
- ભાજપના નેતા સંતોષ ગંગવાર, જિતેન્દ્ર સિંહ, નિત્યાનંદ રાય પણ પીએમ મોદીના નિવાસસ્થાને 4:30 વાગ્યે કરશે મુલાકાત.
- ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બીજેપીના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી અમિત શાહને મંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી
<

प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में केन्द्रीय मंत्री मंडल में मजबूत साथी के रूप में सामेल होने पर हमारे पर्थदर्शक एवं मार्गदर्शक श्रध्देय श्री @AmitShahजी से शुभेच्छा मुलाकात की और शुभकामनाएं दी। pic.twitter.com/ckzJKEeBA9

— Jitu Vaghani (@jitu_vaghani) May 30, 2019 >
- આ ભારત અને દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું આ સમારોહનો ભાગ બની પોતાને ખુબ જ ભાગ્યશાળી માનું છું. આપણે કોઈ બીજા કે પોતાનાથી પણ ખોટી આશા ના રાખવી જોઈએ. આપણે યોગ્ય દિશામાં આગળ વધીને પોતાનું કામ પુરૂ કરવું જોઈએ : રાકેશ ઓમ પ્રકાશ મહેરા -  ફિલ્મ ડાયરેક્ટર
- નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીએ ફરી એકવાર મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને સરકારનો ભાગ બનવાનું આમંત્રણ આપ્યું છે. હું બંનેનો આભારી છું : મનસુખ માંડવીયા, ભાજપ સાંસદ
-  નીતીન ગડકરી આજે સાંજે 4:30 વાગ્યે પીએમ મોદી સાથે કરશે મુલાકાત.
- સુત્રો અનુસાર, ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રી પદના શપથ માટેના દિલ્હીથી ફોન આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્ને નેતાઓ મોદી મંત્રીમંડળ 1ના સભ્યો રહી ચૂક્યા છે, હવે તેમની આ બીજી ટર્મ હશે