વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારવા કોંગ્રેસનો ઈન્કાર

મંગળવાર, 28 મે 2019 (18:00 IST)
લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામુ આપવાની કોંગ્રેસને ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસે આ ઓફર નકારી કાઢી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની ઓફર કરી હતી. પરંતુ પક્ષે તેને સ્વીકારી નથી.  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પરાજય થયો છે. માત્ર એટલું જ નહીં, અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડેલા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોતાની સીટ બચાવી શક્યા નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરેશ ધાનાણીએ રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને મોકલી આપ્યો છે.

ધાનાણી અમરેલી પર લોકસભાની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે, તેમની સાથે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ 2,01,431 મતથી જીત મેળવી છે. પરેશ ધાનાણી લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. આથી સૌરાષ્ટ્રમાં તેઓનું સ્થાન આગવું હતું. વિધાનસભામાં અમરેલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જો કે લોકસભામાં કોંગ્રેસને અહીં પણ હારનો સામનો કરવો પડ્યો છે. તો પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર