ગુજરાતી બાળવાર્તા - પટ્ટુ પોપટ

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (16:18 IST)
પટ્ટુ પોપટ બહુ ઉદાસ બેઠો હતો.
 
માંએ પુછ્યુ, ‘બેટા કેમ ઉદાસ બેઠો છો?’
 
‘હું મારી આ અટપટી ચાંચને ખુબ નફરત કરૂ છુ.’, પટ્ટુ લગભગ રોતા રોતા બોલ્યો.
 
‘તુ તારી ચાંચને નફરત શાંમાટે કરે છે? આટલી સુંદર તો છે.’, માંએ સમજાવવાની કોશીષ કરી.
 
‘નય, બાકી બધા પક્ષીઓની ચાંચ કેવી મસ્ત છે, બીરજુ બાજ, કાળુ કાગડો, કલકી કોયલ બધાની ચાંચ મારાથી સારી છે. પરંતુ હું આવો કેમ છુ?’, પટ્ટુ ઉદાસ થઇને બેસી ગયો.
 
માં થોડો સમય શાંતિથી બેસી ગઇ. એને પણ લાગ્યુ કે કદાચ પટ્ટુ સાચુ કહી રહ્યો છે. એ પણ વિચાર કરવા લાગી કે પટ્ટુ ને સમજાવવો કઇ રીતે. ત્યારે જ એને યાદ આવ્યુ કે પટ્ટુ ને જ્ઞાનિ કાકા પાસે મોકલી દેય, જે આખા જંગલમાં સજદાર પોપટ તરિકે જાણીતા હતા. માં એ તરત જ પટ્ટુને કાકા પાસે મોકલી દીધો.
 
કાકા જંગલની વચ્ચો વચ એક જુના જાડ પર રહેતા હતા.
 
પટ્ટુ કાકાની સામે જઇને બેસી ગયો અને કહ્યુ, ‘કાકા મારી એક સમસ્યા છે.’
 
‘બેટા કહે મને શું સમસ્યા છે, દિકરા’, કાકા બોલ્યા.
 
પટ્ટુ કહેવા લાગ્યો, ‘કાકા મને મારી ચાંચ નથી ગમતી, કેટલી અટપટી છે. મને જરાંય નથી ગમતી. બીજી બાજુ મારા ભાઇબંધો બીરજુ બાજ, કાળુ કાગડો, કલકી કોયલ એ બધાની ચાંચ કેટલી સુંદર છે.’
 
કાકાએ કહ્યુ, ‘હા એ તો છે. એ છોડ તુ મને કહે તને ખાવામાં કરચલા અને કીડા-મકોડા ગમે?’
 
‘છીં.. આવી બકવાસ વસ્તુ મને ખાવી નો ગમે’, પટ્ટુ મોં બગાડતા બોલ્યો.
 
‘અરે છોડ, તો તને માછલીઓ ભાવશે..?’, કાકાએ ફરી કહ્યુ.
 
‘અરેરે.. કાકા કેવી વાતો કરો છો? હું પોપટ છુ. હું આ બધી વસ્તુઓ ખાવા માટે નથી બન્યો.’, પટ્ટુ નારાજ થઇને બોલ્યો.
 
‘સાવ સાચ્ચુ’, કાકા બોલ્યા. ‘આ જ તો હું તને સમજાવવા માંગતો હતો. ઇશ્વરે તને કંઇક અલગ રીતે બનાવ્યો છે. જે તુ પસંદ કરે છો એ તારા ભાઇબંધોને નહિ ગમે. અને જે તારા મિત્રોને ગમે છે એ તને નહિ ગમે. વિચાર કર જો તારી ચાંચ જેવી છે એવી ન હોત તો તુ તારૂ મનપસંદ બ્રાઝીલીયન અખરોટ ખાઇ શકત ? નહી ને  ? એટલે પોતાનુ જીવન એ વિચારવામાં ન વિતાવ કે બીજા પાસે શું છે? બસ તુ એ જાણ કે તુ જે ગુણ લઇને પેદા થયો છે એનો સૌથી ઉતમ ઉપયોગ કઇ રીતે કરવો.  અને એ ગુણો વધુ ને વધુ કઇ રીતે વિકસીત કરવા.’
 
પટ્ટુ કાકાની વાત સમજી ગયો હતો. એ ખુશી ખુશી એની માં પાસે ચાલ્યો ગયો.
 
પટ્ટુ પોપટની જેમ ઘણા લોકો પોતાના પોઝીટીવ પોઇંટ્સને કાઉન્ટ કરવા ને બદલે બીજાની યોગ્યતા જોઇને એની સરખામણી કરવામાં લાગી જતા હોય છે. મિત્રો બીજાને જોઇને કંઇક શીખવુ અને ઇન્સપાયર થવુ તો ઠીક છે. પરંતુ બેકારની સરખામણી હંમેશા નિરાશ જ કરે છે. આપણે એ સમજવુ જોઇએ કે આપણે બધા અનન્ય છીએ. અને આપણી પાસે સક્ષમતા અને ગુણવત્તા છે, જેનો ઉપયોગ કરીને આપણે આપણુ જીવન સાર્થક કરી શકીએ.

સંબંધિત સમાચાર

Next Article