Siddaramaiah: આ છે તે ફેક્ટર જેને કારણે શિવકુમારને પછાડીને બની ગયા કર્ણાટકના સીએમ

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (10:42 IST)
સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. 13 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સીએમ પદની રેસ ચાલી રહી હતી. પરંતુ આજે કોંગ્રેસે કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. સિદ્ધારમૈયાને કર્ણાટકના અસલી બોસ બનાવવામાં આવ્યા છે.  ચાલો જાણીએ એવા ફેક્ટર વિશે જેણા કારણે  સિદ્ધારમૈયાએ ડીકે શિવકુમારને સીએમની રેસમાંથી હટાવ્યા હતા.
 
- કોંગ્રેસ હાઈકમાન્ડે બેંગ્લોરમાં ધારાસભ્યોને સીએમનું નામ નક્કી કરવા માટે ગુપ્ત મતદાન દ્વારા મત આપવાનું કહ્યું, જેમાં મોટાભાગના ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની તરફેણમાં મતદાન કર્યું. સૂત્રોએ જણાવ્યું કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા માટે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.
 
- વાસ્તવમાં કર્ણાટકમાં સિદ્ધારમૈયાનો મોટો રાજકીય પ્રભાવ છે. તેમને કર્ણાટકની કુરુબા જાતિનો મોટો ચહેરો માનવામાં આવે છે. લોકો કહે છે કે સિદ્ધારમૈયાનું વર્તન હંમેશા તુચ્છ હોય છે પરંતુ તેમ છતાં તેઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ સામાજિક ન્યાય માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે.
 
- સિદ્ધારમૈયાના રાજકીય અનુભવની વાત કરીએ તો તેઓ નવ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2013 થી 2018 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને હવે ફરીથી મુખ્યમંત્રી પદ સંભાળશે. તેમને રાજ્યમાં સરકાર ચલાવવાનો ઘણો અનુભવ છે. સિદ્ધારમૈયાનો સતત 13 વખત બજેટ રજૂ કરવાનો અનોખો રેકોર્ડ પણ છે.
 
- સિદ્ધારમૈયાને પાસે સરકાર ચલાવવાનો અનુભવ હોવા ઉપરાંત  તેઓ પ્રશાસન અંગેના બધા સમાચારથી પણ ખૂબ અપડેટ રહે છે. આ વાતનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે તેમની આંગળીઓ વેઢે તેમના વિભાગ સાથે સંબંધિત તમામ આંકડાઓ વિશે જાણ છે. તેમની આ ખાસિયત પર વિભાગના અધિકારીઓ પણ સિદ્ધારમૈયાના અનુયાયીઓ છે. એવું કહેવાય છે કે સિદ્ધારમૈયા વહીવટીતંત્ર પર ઘણી પકડ ધરાવે છે. તેઓ જે રીતે ફાઈલો વાંચે છે, તે પદ્ધતિ પણ જબરદસ્ત છે.
 

સંબંધિત સમાચાર

Next Article