Karnataka Election Result: સંપૂર્ણ તાકત લગાવવા છતા કર્ણાટકમાં કેમ હારી બીજેપી ? જાણો 5 મોટા કારણ
શનિવાર, 13 મે 2023 (14:24 IST)
Karnataka Election
કર્ણાટક ચૂંટણીના પરિણામ મોટેભાગે હવે સ્પષ્ટ થઈ ચુક્યા છે. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં પણ ભાજપાને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા એક વર્ષની અંદર આ બીજુ રાજ્ય છે, જેમની સત્તા ભાજપાના હાથમાંથી કોંગ્રેસે છીનવી લીધી. તેનુ મોટુ રાજકારણીય મતલબ કાઢવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને ભાજપા માટે આ એક મોટી ચિંતાની વાત છે.
આ વર્ષે કર્ણાટક બાદ અન્ય પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ સિવાય આગામી વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પછી સાત રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. એકંદરે, આગામી બે વર્ષમાં લોકસભાની સાથે સાથે 13 મોટા રાજ્યોની ચૂંટણીઓ યોજાવાની છે. આમાં દક્ષિણના ઘણા રાજ્યો પણ છે. એટલા માટે કર્ણાટકની હારને ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. સાથે જ આ પરેશાન કોંગ્રેસ માટે જીવાદોરી સાબિત થઈ.
હવે સવાલ એ ઉભો થાય છે કે છેવટે સંપૂર્ણ તાકત લગાવવા છતા કર્ણાટકમાં બીજેપી કેમ હારી ગઈ ? એ કયા કારણ હતા જેને કારણે ભાજપાને આટલો મોટો ઝટકો લાગ્યો ? હવે ભાજપા આગળ શુ કરશે ? આવો જાણીએ...
પહેલા ચૂંટણી વલણો પર એક નજર નાખીએ
પાર્ટી સીટો
કોંગ્રેસ117
ભાજપા76
જેડીએસ24
અન્ય7
કર્ણાટકમાં કેમ હારી ભાજપા ?
એક વિશ્લેષણ મુજબ વિધાનસભા ચૂંટણી દરમિયાન જ કર્ણાટક ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. આ વખતે ચૂંટણીમાં ભાજપા બૈકફુટ પર જોવા મળી રહી હતી અને કોંગ્રેસ ખૂબ આક્રમક હતી. આવામાં ભાજપાની આ હારનો મતલબ સ્પષ્ટ છે. ભાજપાની હારના જાણો 5 મોટા કારણ
1. આંતરિક ક્લેશ બની મુસીબત - આ સૌથી મોટુ કારણ છે. ચૂંટણી દરમિયાન જ નહી પણ તેના ખૂબ પહેલાથે જ ભાજપામાં આંતરિક ક્લેશના સમાચાર સામે આવી ચુક્યા હતા. કર્ણાટક ભાજપામાં અનેક ગૂટ બની ચુક્યા હતા. એક મુખ્યમંત્રી પદ પરથી હટાવાયેલા બીએસ યેદિયુરપ્પાનુ ગૂટ હતુ અને બીજુ વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનુ. ત્રીજી ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષનુ અને ચોથુ ભાજપા પ્રદેશ નલિન કુમાર કટીલનુ હતુ. એક પાંચમુ ફ્રંટ પણ હતુ, જે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિનુ હતુ. આ બધા ફ્રંટમાં ભાજપાના કાર્યકર્તા પીસાય રહ્યા હતા. બધાની અંદર પાવર ગેમની લડાઈ ચાલી રહી હતી.
2. ટિકિટ વહેંચણીએ બગાડી રમત - પાર્ટી આંતરિક ક્લેશનો સામનો કરી રહી હતી. એવામા ટિકિટ વહેચણીને લઈને પણ ખૂબ ગડબડ થઈ. પાર્ટીના મોટા નેતાઓની ટિકિટ કાપવી ભાજપાને ભારે પડી. પાર્ટી નેતાઓની બગાવતે પણ અનેક સીટો પર ભાજપાને નુકશાન પહોચાડ્યુ છે. લગભગ 15 થી વધુ એવી સીટો છે જ્યા ભાજપાના બાગી નેતાઓએ ચૂંટણી લડી અને પાર્ટીને મોટુ નુકશાન પહોચાડ્યુ. જગદીશ શેટ્ટાર, લક્ષ્મણ સાવદી જેવા નેતાઓનુ અલગ થવુ પણ પાર્ટી માટે નુકશાનદાયક સાબિત થયુ.
3. ભ્રષ્ટાચારના આરોપોએ પહોચાડ્યુ નુકશાન - આ મુદ્દો સમગ્ર ચૂંટણીમાં હાવી રહ્યો. ચૂંટણીના થોડા સમય પહેલા જ એક ધારાસભ્યના પુત્રને રંગે હાથ લાંચ લેતા પકડવામાં આવ્યો હતો. જેને કારણે ભાજપા ધારાસભ્યને પણ જેલ જવુ પડ્યુ. એક ઠેકેદારે ભાજપા સરકાર પર 40 ટકા કમિશનખોરીનો આરોપ લગાવતા ફાંસી લગાવી લીધી હતી. કોંગ્રેસે આ મુદ્દાને સમગ્ર ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવ્યો. રાહુલ ગાંધીથી લની મલ્લિકાર્જુન અને પ્રિયંકા ગાંધી સુધીના લોકોએ આ મુદ્દાનો ખૂબ લાભ લીધો. લોકો વચ્ચે બીજેપીની છબિ ખરાબ થઈ અને પાર્ટીને મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ.
4. દક્ષિણ બનામ ઉત્તરની લડાઈની પણ અસર - તેને પણ એક મોટુ કારણ માની શકાય છે. આ સમયે દક્ષિણ બનામ ઉત્તરની મોટી લડાઈ ચાલી રહી છે. ભાજપા રાષ્ટ્રીય પાર્ટી છે અને વર્તમાન સમયમા કેન્દ્રની સત્તામાં છે. આવામાં ભાજપા નેતાઓએ હિન્દી બનામ કન્નડની લડાઈમાં મૌન રાખવુ ઠીક સમજ્યુ. બીજી બાજુ કોંગ્રેસના સ્થાનીક નેતાઓએ મુખર થઈને આ મુદ્દાને કર્ણાટકમાં ઉઠાવ્યો. નંદિની દૂધનો મુદ્દો તેનુ ઉદાહરણ છે. કોંગ્રેસે નંદિની દૂધના મુદ્દાને ખૂબ પ્રચારિત કર્યો. એક રીતે આ સાબિત કરવાની કોશિશ કરી છે કે ભાજપા ઉત્તર ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે કે દક્ષિણના લોકોને બાજુમાં મુકવામાં આવી રહ્યા છે.
5. અનામતનો મુદ્દો ભારે પડ્યો - આ પણ એક મોટુ કારણ હોઈ શકે છે. કર્ણાટક ચૂંટણીમાં ભાજપે ચાર ટકા મુસ્લિમ અનામત ખતમ કરીને લિંગાયત અને અન્ય વર્ગમાં વહેંચી દીધુ. પાર્ટીને આના ફાયદાની આશા હતી. પણ ખરા સમયે કોંગ્રેસે મોટુ પાસુ ફેંક્યુ. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનામતની ટકાવારી 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનુ એલાન કર્યુ. તેણે ભાજપાના હિન્દુત્વને પાછળ છોડી દીધુ. અનામતના વચને કોંગ્રેસને ખૂબ ફાયદો પહોચાડ્યો. લિંગાયત વોટર્સથી લઈને ઓબેસી અને દલિત વોટર્સ સુધી દરેકે કોંગ્રેસનો સાથ આપ્યો.