Karnataka Election Results: કર્ણાટકમાં કોંગ્રેસ થઈ એક્ટિવ, 10થી વધુ હેલીકોપ્ટર કર્યા બુક, ઉમેદવારોને તરત જ બેંગલોર બોલાવ્યા

શનિવાર, 13 મે 2023 (11:29 IST)
કર્ણાટકની બધી 224 સીટોના શરૂઆતી વલણોમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બહુમત માટે 113 સીટોની જરૂર છે અને સમાચાર લખતા સુધી કોંગ્રેસ 113 સીટો પર બઢત બનાવી છે. આજે આવનારા ફાઈનલ પરિણામો વચ્ચે કોંગ્રેસે પોતાની રણનીતિને અંતિમ રૂપ આપી દીધુ છે. કોંગ્રેસે કર્ણાટકમાં 10 થી વધુ ચાર્ટડ પ્લેન બુક કર્યા છે. વલણ જોઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને બેંગલુરુ બોલાવ્યા છે. જીતની શક્યતાવાળા ઉમેદવારોને લાવવા માટે આ હેલીકોપ્ટરોની બુકિંગ કરવામાં આવી છે. બીજી બાજુ તમને બતાવી દઈએ કે આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ ગયા છે. 
 
કોંગ્રેસે પૂર્ણ બહુમત અને ખંડિત જનાદેશ બંને માટે જુદી જુદી યોજનાઓ બનાવી છે. કર્ણાટકના અધ્યક્ષ ડીકે શિવકુમાર સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ ગયા છે. 
 
નિર્ણય બાદ કોંગ્રેસની રણનીતિ તૈયાર 
 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને પૂર્ણ બહુમત અને ખંડિત જનાદેશ બંને માટે જુદી જુદી યોજનાઓ બનાવી છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલ સૌથી જૂના પાર્ટી માટે સંકટમોચક રહેશે અને પાર્ટીના બધા વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીતનુ નેતૃત્વ કરી રહ્યા છે. રણદીપ સિંહ સૂરજેવાલા પણ રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા, ડી.કે.શિવકુમાર, જગદીશ શેટ્ટા, એચ કે. પાટિલ અને અન્ય સાથે વાતચીત માટે બેંગલુરુમાં હાજર છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રહેઠાણ પર હલચલ દેખાય રહી છે. 
 
પૂર્ણ બહુમત મળતા જ તરત જ સરકાર બનાવશે કોંગ્રેસ 
 
કોંગ્રેસના સૂત્રો મુજબ જો પાર્ટી પૂર્ણ બહુમત મેળવે છે તો પહેલી પ્રાથમિકતા તરત સરકાર બનાવવાની રહેશે. જો પાર્ટીને દસથી ઓછી સીટો મળે છે તો જેડીએસને તોડવાની કોશિશ પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યુ કે સિદ્ધરમૈયાને આ કામની જવાબદારી આપવામાં આવી છે. કારણ કે તેઓ જેડીએસના પૂર્વ નેતા હતા અને પાર્ટી સાથે તેમના સારા સંપર્ક છે. 
 
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે કાઉંટિંગ થઈ રહ્યુછે. કાઉંટિંગ સેંટર્સ પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.  કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચુકી છે.  સંપૂર્ણ શક્યતા છેકે ચૂંટણીના પરિણામો સાંજ સુધી આવી જશે અને એ સ્પષ્ટ થઈ જશે કે કર્ણાટકમાં કોની સરકાર બનશે.  કર્ણાટકમાં ભાજપા અને કોંગ્રેસ ઉપરાંત જેડીએસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર