Karnataka Election Result - કર્ણાટકના સીએમ બોમ્મઈના ઘરમાંથી નીકળ્યો સાંપ, બીજી બાજુ ચૂંટણીમાં બીજેપીની હાલત થઈ રહી છે ખરાબ, જુઓ VIDEO

શનિવાર, 13 મે 2023 (10:00 IST)
Karnataka Election Result - કર્ણાટકમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે વોટની કાઉંટિગ ચાલુ છે. શરૂઆતી પરિણામોમાં બીજેપીની હાલત ખરાબ છે અને કોંગ્રેસ આગળ છે. આ વચ્ચે જાણવા મળ્યુ છે કે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્બઈના ઘરમાંથી એક સાંપ નીકળ્યો છે.  

 
શુ રહ્યા શરૂઆતી વલણ ? 
 
કર્ણાટકમાં 224 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને 224 સીટોમાંથી તે 114 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 87 સીટો પર આગળ છે. જેડીએસ 18 બેઠકો પર છે અને અન્ય પાસે 6 બેઠકો છે.
 
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થયું હતું. આજે મત ગણતરીનો દિવસ છે અને સંભવ છે કે સાંજ સુધીમાં કર્ણાટકમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે.
 
કર્ણાટકમાં JD(S) સિવાય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. રાજ્યભરમાં 36 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર