NEET ની પરીક્ષા થઈ શકે છે રદ્દ, સરકાર નર્સિગ અને MBBS ફાઈનલના વિદ્યાર્થીઓને આપી શકે છે કોવિડ ડ્યુટી

Webdunia
સોમવાર, 3 મે 2021 (07:56 IST)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે કોરોના મહામારીના પ્રભાવી મેનેજમેંટને લઈને  વિવિધ માનવ સંસાધનો ઉપાયોની સમીક્ષા કરી. આ  દરમિયાન નીટ 2021ને રદ્દ કરવા અને નર્સિગ અને એમબીબીએસ પાસ આઉટ વિદ્યાર્થીઓને કોવિડ-19 ડ્યુટી માટે બોલાવવા પર વિચાર કરવામાં આવ્યો. 
 
આ સંબંધમાં સરકારના અંતિમ નિર્ણયની વિગત સોમવારે જાહેર થવાની શક્યતા છે
 
પીટીઆઈના જણાવ્યા અનુસાર સરકારી સૂત્રો  તરફથી એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે આ નિર્ણયમાં નીટ (NEET) પરીક્ષાને ટાળવી અને  એમબીબીએસ પાસ આઉટ વિદ્યાર્થીઓને કોરોના મહામારીની ડ્યુટી માટે બોલાવાતા સ્ટાફમાં સમાવેશ કરવો. નર્સિંગ ફાઈનલ વર્ષ અને એમબીબીએસ વિદ્યાર્થીઓની પણ ડ્યુટી લાગી શકે છે. 
 
કોવિડ -19 ફરજ બજાવતા મેડિકલ  કર્મચારીઓને સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપી શકાય છે સાથે જ તેમને ભથ્થાના રૂપમાં કેટલીક આર્થિક સહાય પણ આપી શકાય છે. 
 
કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવાથી દેશના કેટલાક ભાગમાં કથળતી સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્યાનમાં લેતા રવિવારે બેઠક બોલવવામાં આવી. કોરોના સેમ્પલ ચેકની સુવિદ્યા પણ પોતાના અધિકતમ ભારનો સામનો કરી રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article