IPL 2023 માં મુંબઈ ઈંડિયંસની તાકત થઈ અડધી, સીઝનની વચ્ચે જ બહાર થયો કપ્તાન રોહિતનો આ ઘાતક બોલર

Webdunia
મંગળવાર, 9 મે 2023 (15:37 IST)
Mumbai indians: IPL 2023 માં અત્યાર સુધી મુંબઈ ઈંડિયંસની ટીમ સારુ પ્રદર્શન કરી શકી નથી.  આઈપીએલ 2023માં ટીમે અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાથી પાંચ મેચમાં જીત નોંધાવી છે. બીજી બાજુ પાંચ મેચોમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. હવે મુંબઈ ઈંડિયંસની ટીમ માટે સીઝનની વચ્ચે જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  ટીમના એક સ્ટાર બૉલર ઘાયલ થઈને ટીમની બહાર થઈ ગયા છે. જેનાથી મુંબઈને ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે.  
 
બહાર થયો આ બોલર
મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બોલર જોફ્રા આર્ચર ઘાયલ થવાને કારણે IPL 2023માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ક્રિસ જોર્ડનને તક આપવામાં આવી છે. IPL 2022ની મેગા ઓક્શનમાં મુંબઈની ટીમે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો , પરંતુ ઈજાના કારણે તે IPL 2022માં એક પણ મેચ રમી શક્યા નહોતા. સાથે જ આ સિઝનમાં, તેણે મુંબઈ માટે 4 મેચ રમી હતી, જેમાં તે ફક્ત 2 જ વિકેટ લઈ શક્યા હતા                     
 
આ ખેલાડીને મળી તક 
 ઘાયલ જોફ્રા આર્ચરના સ્થાન પર મુંબઈ ઈંડિયંસે ક્રિસ જોર્ડનને 2 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે. જોર્ડને વર્ષ 2016માં આઈપીએલ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારે તેમણે આઈપીએલમાં 28 મેચ રમી છે અને 27 વિકેટ પોતાને નામે કરી છે. આ ઉપરાંત તેમણે ઈગ્લેંડ માટે 87 ટી20 ઈંટરનેશનલ મેચમાં 96 વિકેટ લીધી છે. 
 
IPL 2023 માં કર્યુ છે આવુ પ્રદર્શન  
IPL 2023 માં અત્યાર સુધી મુંબઈ ઈંડિયંસની ટીમે 10 મેચ રમી છે જેમાથી 5 મેત જીતી છે. બીજી બાજુ 5મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈનુ રન રેટ માઈનસ 0.472.  પ્લે ઓફમાં પહોંચવા માટે તેને પોતાની બાકી બચેલી બધી મેચ જીતવી પડશે. 
 

સંબંધિત સમાચાર

Next Article