IPL 2023: પાકિસ્તાની દિગ્ગજે વિરાટ કોહલીની કપ્તાની પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ જો ધોની RCBના કપ્તાન હોત તો...

સોમવાર, 8 મે 2023 (12:54 IST)
રૉયલ ચેલેજર્સ બેંગલોર (RCB)એ ટીમોમાંથી એક છે, જે પહેલી સીજનથી સતત આ ટી20 શ્રેણી રમી રહી છે. પણ અત્યાર સુધી એકવાર પણ ટ્રોફી જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઈનલ રની છે.  2009માં બેંગલૂરને ડેક્કન ચાર્જર્સે, 2011માં ચેન્નઈ સુપર કિંગ્સે  અને 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે ફાઈનલમાં હરાવ્યુ હતુ.  પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અકરમને લાગે ચે કે જો મહેન્દ્ર સિંહ ધોની આરસીબીના કપ્તાન હોતા તો ટીમ અત્યાર સુધી આઈપીએલનો ખિતાબ જીતી ચુકી હોત.   
 
વસીન અકરમે શુ કહ્યુ ? 
 
વસીમ અકરમે એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું - જો એમએસ ધોની ટીમના  કેપ્ટન હોત તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી લીધી હોત. તે અત્યાર સુધી એક પણ ટ્રોફી જીતી શક્યુ નથી. એ ટીમને ફેંસનો ઘણો સપોર્ટ છે. તેમની પાસે વિશ્વના આધુનિક યુગનો ટોચનો ખેલાડી વિરાટ કોહલી પણ છે, પરંતુ કમનસીબે તેઓ જીતી શક્યા નથી. જો ધોની આરસીબીમાં હોત તો તે તેમને ખિતાબ જીતવામાં મદદ કરી શક્યા હોત.
 
વસીમ અકરમે કર્યા ધોનીના વખાણ 
અકરમે ધોનીની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 41 વર્ષીય ધોની જાણે છે કે તેના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે જગાડવો. તેમણે કહ્યું- ધોનીને ટીમની કેપ્ટનશિપ કરવાની આદત છે. વિરાટને પણ અત્યાર સુધીમાં તેની આદત પડી ગઈ હશે, પરંતુ ધોનીમાં આ ગુણ સ્વાભાવિક છે. ધોની અંદરથી શાંત નથી પરંતુ તે બતાવે છે કે તે શાંત છે. જ્યારે ખેલાડીઓ જુએ છે કે તેમનો કેપ્ટન કૂલ છે અને જ્યારે તેઓ ખેલાડીઓના ખભા પર હાથ મૂકે છે, ત્યારે ખેલાડીને વધુ આત્મવિશ્વાસ મળે છે. ધોની એવી વ્યક્તિ છે જે જાણે છે કે તેના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે જગાડવો.
 
ધોનીએ ચાર આઈપીએલ મેચ જીત્યા છે 
ધોનીએ કેપ્ટન તરીકે ચાર આઈપીએલ ટાઈટલ જીત્યા છે અને માત્ર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા (5 ટાઈટલ) તેનાથી આગળ છે. ત્રણ અલગ અલગ ICC ટૂર્નામેન્ટ જીતનાર તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે. બીજી બાજ કોહલી હજુ પણ પોતાના કરિયરમાં પહેલીવાર આ પ્રતિષ્ઠિત ખિતાબ ઉઠાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.  2008માં ટી20 લીગની શરૂઆત થઈ ત્યારથી તે સતત 16 સીઝન સુધી તેઓ એક જ ટીમનો ભાગ રહ્યા છે. તેમણે 2013 થી 2021 સુધી આરસીબીની કેપ્ટનશીપ કરી, પરંતુ ક્યારેય ટાઇટલ જીત્યું નહીં. વર્તમાન સિઝનમાં RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે તેમને પરાજય મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર