હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને માટે આઈપીએલ 2022ની પ્લેઓફમાં પહોંચવા હજુ વધુ રાહ જોવી પડી શકે છે. T20 લીગની 15મી સિઝન(IPL 2022)શુક્રવારે રમાયેલી 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને રોમાંચક મેચમાં 5 રને હરાવ્યું હતું.ટીમની 11 મેચમાં આ ત્રીજી હાર છે. મેચમાં પ્રથમ રમતા મુંબઈએ 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 5 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. છેલ્લી અંતિમ ઓવરમાં તેને 9 રન બનાવવાના હતા, પરંતુ સેમસે માત્ર 3 રન આપ્યા હતા. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા. મુંબઈની 10 મેચમાં આ બીજી જીત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા બંનેએ અડધી સદી ફટકારી હતી. ટીમે 11 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. જસપ્રીત બુમરાહ નવા બોલ સાથે અજાયબી કરી શક્યો ન હતો અને તેણે 2 ઓવરમાં 26 રન આપ્યા હતા. વર્તમાન સિઝનમાં સાહાની આ ત્રીજી અડધી સદી અને સાહાની બીજી અડધી સદી છે.
13મી ઓવરમાં બેવડો ફટકો
મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ સફળતા 13મી ઓવરમાં મળી હતી. લેગ સ્પિનર મુરુગન અશ્વિને ઓવરના પહેલા બોલ પર શુભમન ગિલને આઉટ કર્યો હતો. તેણે 36 બોલમાં 52 રન બનાવ્યા હતા. 6 ચોગ્ગા અને 2 છગ્ગા. ગિલ અને સાહાએ પ્રથમ વિકેટ માટે 106 રન જોડ્યા હતા. આ ઓવરના છેલ્લા બોલ પર સાહા પણ આઉટ થયો હતો. તેણે 40 બોલમાં 55 રન બનાવ્યા હતા. 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સ્કોર 13 ઓવરમાં 2 વિકેટે 111 રન થયો હતો. ગુજરાતને છેલ્લી 5 ઓવરમાં 48 રન બનાવવાના હતા.