રોહિતે કર્યા મોટા ખુલાસા- આઈપીએલ નહીં પરંતુ દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે

મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (19:16 IST)
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી  પહેલા કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સલાહ આપી છે રોહિત શર્માએ કહ્યું કે તેઓ આઈપીએલ નહીં પરંતુ દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
 
રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી તો તેને આઇપીએલ ઓક્શન (IPL auction) પર પણ ઘણા સવાલો પૂછવામાં આવ્યા, જેના પર ભારતીય કેપ્ટને કહ્યું કે ટીમ ઈન્ડિયાનું ધ્યાન માત્ર અને માત્ર T20 સિરીઝ પર છે.રોહિત શર્માએ જણાવ્યું કે IPL 2022 ની હરાજી બાદ ટીમ ઈન્ડિયાએ એક મીટિંગ કરી હતી જેમાં તમામ ખેલાડીઓને આગામી બે અઠવાડિયા સુધી દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર