Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.
Next Article