પેટની ચરબીથી છુટકારો અપાવશે આ 7 ઘરેલુ ઉપાય

Webdunia
શનિવાર, 28 જુલાઈ 2018 (10:34 IST)
જો તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ સાત ઘરેલુ ઉપાયોની મદદથી તમે આરામથી ચરબી ઘટાડી શકો છો. 
 
1. સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચોડીને પીવો. તેમા મધ નાખીને પીવાથી વધુ ફાયદો થશે. તેનાથી મેટાબૉલિઝમ ઝડપી થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
2. આદુના બે ટુકડામાં કાપી લો અને એક પાણીમાં ઉકાળો. 10 મિનિટ સુધી ઉકાળ્યા પછી આદુના ટુકડા કાઢી લો અને આ પાણીને ચા ની જેમ પીવો. 
 
3. લસણમાં જાડાપણું ઓછા કરવાના તત્વ છે. એક કપ પાણીમાં લીંબૂ નિચોડો. હવે લસણની ત્રણ કળીયો આ પાણી સાથે લો. રોજ સવારે ખાલી પેટ આનુ સેવન કરવુ ફાયદાકારી છે. 
 
4. બદામમાં રહેલ ઓમેગો 3 ફૈટી એસિડ ચરબી ઓછી કરવામાં મદદરૂપ છે. રોજ રાત્રે 6-8 બદામ પલાળો અને બીજા દિવસે સવારે તેને છોલીને ખાવ.  
 
5. ભોજન કર્યાના અડધો કલાક પહેલા એક કે બે ચમચી એપ્પલ સાઈડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં પલાળીને પીવો. તેનાથી કૈલોરી વધુ બર્ન થાય છે. 
 
6. ફુદીનાના પાન અને ધાણાના પાનને એકસાથે વાટી લો. તેમા મીઠુ અને લીંબૂ મિક્સ કરીને ચટણી તૈયાર કરો અને રોજ ભોજન સાથે લો. ફુદીનાનુ સેવનથી મેટાબૉલિક રેટ વધે છે જેનાથી ફૈટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
7. એલોવેરા સેવન મેટાબૉલિજ્મ ઠીક રાખે છે અને ફેટ્સ સ્ટોર નથી થવા દેતુ. બે ચમચી એલોવેરાના જ્યુસમાં એક ચમચી જીરા પાવડર મિક્સ કરો અને અડધા ગ્લાસ કુણા પાણીમાં મિક્સ કરો. ખાલી પેટ તેનુ સેવન કરો અને 60 મિનિટ પછી જ કશુ ખાવ. 
 
આ ઉપાયો સાથે તમારા રોજના રૂટીનમાં કસરત કરવાનું ન ભૂલો. 

સંબંધિત સમાચાર

Next Article