ત્રણ મહિના સુધી કાળા જીરાનુ નિયમિત સેવન કરવાથી જમા થયેલુ બિનજરૂરી ફૈટ ઘટવામાં ખૂબ સફળતા મળે છે. કાળા જીરાનુ ફૈટને ઓગાળીને અપશિષ્ટ પદાર્થો (મળ-મૂત્ર)ના માધ્યમથી શરીરમાંથી બહાર કાઢાવામાં સહાયક છે. આ રીતે આ તમને ચુસ્ત દુરસ્ત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમા રહેલ મૂત્રવર્ધક પ્રભાવને કારણે તેનુ નિયમિત સેવન વજન ઓછુ કરવામાં સહાયક સાબિત થાય છે.
ઈમ્યૂન વિકાર કરે દૂર - આ આપણા શરીરમાં રહેલ ઈમ્યૂન સેલ્સને સ્વસ્થ સેલ્સમાં બદલીને ઓટોઈમ્યૂન વિકારોને દૂર કરવામાં સહાયક છે. કાળુ જીરુ આપણા શરીરમાં ઈમ્યુનિટી વધારવામાં બોન મૈરો, નેચરલ ઈંટરફેરૉન અને રોગ પ્રતિરોધક સેલ્સની મદદ કરે છે. આ થાક અને કમજોરીને દૂર કરે છે. શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે અને તેને મજબૂત બનાવે છે.
પેટની તકલીફ કરે દૂર - આપણા એંટીમાઈક્રોબિયલ ગુણોને કારણે કાળુ જીરુ પેટ સંબંધી અનેક સમસ્યાઓમાં લાભકારી છે. પાચન સંબંધી ગડબડ ગેસ્ટ્રિક પેટ ફુલવુ.. પેટ દર્દ દસ્ત પેટમાં કીડા પડવા, વગેરે સમસ્યાઓમાં આ ખૂબ રાહત આપે છે. મોડેથી પચવાને કારણે જમ્યા પછી થોડુ કાળુ જીરુ ખાવાથી તત્કાલ લાભ થાય છે. આ કબજિયાત દૂર કરી પાચન ક્રિયાને સુચરુ બનાવે છે.
શરદી ખાસીમાં લાભકારી - તાવ શરદી ખાંસી નાક બંધ કે શ્વાસ નળીમાં તકલીફ થવા જેવી સમસ્યામાં કાળા જીરાનુ સેવન ખૂબ લાભકારી સાબિત થાય છે. આ શરીરમાંથી બલગમ કાઢવામાં મદદ કરે છે. કફને કારણે બંધ નાક માટે કાળુ જીરુ ઈન્હેલરનુ કામ પણ કરે છે. આવી સ્થિતિમાં થોડુ સેકેલુ જીરુ રૂમાલમાં બાંધીને સુંઘવાથી આરામ મળે છે. અસ્થમા કાળી ખાંસી બ્રોકાઈટિસ એલર્જીથી થનારી શ્વાસની બીમારીઓમાં પણ આ લાભકારી છે. સ્વાઈન ફ્લૂ અને વાયરલ જેવા તાવની સારવામાં પણ કાળા જીરાનુ સેવન લાભકારી છે.
માથાનો કે દાંતના દુખાવામાં આરામ આપે - કાળા જીરાનુ તેલ કપાળ અને માથા પર લગાવવાથી માગ્રેનના દુખાવામાં લાભ થાય છે. ગરમ પાણીમાં કાળા જીરાના તેલના કેટલાક ટીપા નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં ખૂબ આરામ મળે છે.
એંટીસેપ્ટિકનુ કરે કામ - કાળા જીરાનુ તેલ કપાળ અને માથા પર લગાવવાથી માઈગ્રેન જેવા દુખાવામાં લાભ થાય છે. ગરમ પાણીમાં કાળા જીરાના તેલના કેટલાક ટીપા નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં ખૂબ રાહત મળે છે. કરે એંટીસેપ્ટિકનુ કામ - કાળા જીરાના પાવડરનો લેપ લગાવવાથી દરેક પ્રકારના ઘા ફોલ્લા ગુમડા સહેલાઈથી ભરાય જાય છે. એંટી બેક્ટેરિયલ ગુણોને કારણે આ સંક્રમણ ફેલતા રોકે છે. કોઈપણ સમસ્યામાં તેનુ સેવન વિશેષજ્ઞની સલાહથી જ કરવુ જોઈએ.
રાખો સાવધાની - કાળા જીરાની તાસીર ગરમ હોવાને કારણે જીરાનો ઉપયોગ એક દિવસમાં ત્રણ ગ્રામથી વધુ બિલકુલ ન કરવો જોઈએ. ખાસ કરીને એ લોકોએ જેમને વધુ ગરમી લાગે છે કે જેમનુ હાઈ બીપી હોય, ગર્ભવતી મહિલાઓ અને 5 વર્ષ સુધીના બાળકોના મામલે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. બાળકોએ તો એક ગ્રામથી વધુ કાળા જીરાનુ સેવન ન કરવુ જોઈએ. ગર્ભવતી મહિલાઓએ વિશેષજ્ઞની સલાહથી જ આનુ સેવન કરવુ જોઈએ. જો તમે કાળા જીરાના ચૂરણનુ સેવન કરી રહ્યા છો તો જરૂરી છેકે તેને સાધારણ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલા લો. મતલબ ભોજનના બે કલાક પછી જ તેનુ સેવન કરો અને ત્યારબાદ કોઈ ખાદ્ય પદાર્થ ન ખાશો.