લીલવાની કચોરી - Kachori recipe

Webdunia
બુધવાર, 12 ડિસેમ્બર 2018 (10:17 IST)
સામગ્રી - 5૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા, 1/1 નાળિયેર લીલું અથવા સૂકું, 8-10, 1 ઇંચ આદુનો ટુકડો
5-6 લવિંગ, 2 ટુકડા તજ, 8-10 મરી, ચપટી હીંગ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ
1 મોટા લીંબુનો રસ, 3 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ પ્રમાણે
 
લોટ માટે -  3૦૦ ગ્રામ મેંદો, 4 ટેબલસ્પૂન તેલ,  મીઠું
 
બનાવવાની રીત : સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો. સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ૮ થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો. ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.
 
એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.
 
ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો

સંબંધિત સમાચાર

Next Article