બનાવવાની રીત - ચોખા અને બધી પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂંછી નાખો, હવે આને ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી, વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ મરચાંનુ પેસ્ટ છીણેલી દૂધી(પાણી દબાવીને કાઢી નાખવુ)હળદર, મીઠું નાખીને મિક્સ કરો.
હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કઢાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડુ લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો. હવે હાંડવાના કૂકરને ઢાંકીને નીચે ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો.