New Tatkal Ticket Booking Rules: આજથી ઓટીપી વગર નહી થઈ શકે તત્કાલ ટિકિટનુ બુકિંગ ? જાણો કેવી રીતે કરશો ટિકિટ બુક
મંગળવાર, 15 જુલાઈ 2025 (13:11 IST)
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે અને ઘણી નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે, જેનો હેતુ પારદર્શિતા વધારવા, છેતરપિંડી અટકાવવા અને સામાન્ય મુસાફરોને પ્રાથમિકતા આપવાનો છે. આ ફેરફારો હેઠળ, એજન્ટો પર આધાર વેરિફિકેશન, OTP વેરિફિકેશન અને સમય મર્યાદા જેવી શરતો લાગુ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 1 જુલાઈ, 2025 થી, IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર લિંક અને ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મુસાફરે પોતાનો આધાર નંબર IRCTC પ્રોફાઇલ સાથે લિંક કરવો પડશે અને તેને વેરિફિકેશન કરાવવું પડશે.
આજથી OTP બેસ્ડ વેરિફિકેશન
આટલુ જ નહી રેલવે એ આજથી એટલે કે 15 જુલાઈથી બધી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર બેસ્ડ OTP વેરિફિકેશન પણ જરૂરી કરી દીધુ છે. બુકિંગ ટાઈમ પેસેજર્સના મોબાઈલ પર વેરિફિકેશન પણ જરૂરી કરી દીધુ છે. બુકિંગ વખતે પેસેંજર્સના મોબાઈલ પર એક ઓટીપી મોકલવામા આવશે. જેને એંટર કર્યા વગર ટિકિટ બુકિંગ પ્રોસેસ પુરો નહી થાય.
આજથી જ કમ્યૂરરાઈઝ્ડ PRS કાઉંટર્સ ને ઓથોરાઈજ્ડ રેલવે એજટ્સ દ્વારા કરવામા આવેલ તત્કાલ ટિકિટ બુકિંગ માટે પણ OTP વેરિફિકેશન જરૂરી રહેશે. બુકિંગ દરમિયાન નોંધાયેલ મોબાઈલ નંબર પર મોકલેલ OTP ને વેરીફાઈ કર્યા બાદ જ ટીકિંગ બુક થશે.
IRCTC પોર્ટલ પરથી તત્કાલ ટિકિટ કેવી રીતે બુક કરવી?
સ્ટેપ 1: સૌ પ્રથમ IRCTC વેબસાઇટ (https://www.irctc.co.in/nget/train-search) પર જાઓ.
સ્ટેપ 2: હવે અહીં તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરો.
સ્ટેપ 3: હવે સ્ટેશન, મુસાફરીની તારીખ અને મુસાફરીની શ્રેણી દાખલ કરો.
સ્ટેપ 5: હવે આગલા પૃષ્ઠ પર, પસંદ કરેલા રૂટ માટે ઉપલબ્ધ ટ્રેનોની સૂચિ દેખાશે.
સ્ટેપ 6: પસંદ કરેલી ટ્રેનમાં ઉપલબ્ધ શ્રેણીના પ્રકાર પર ક્લિક કરો.
સ્ટેપ 7: હવે પસંદ કરેલી ટ્રેનમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે, 'હવે બુક કરો' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 8: હવે મુસાફરોના નામ સહિતની બધી માહિતી ભરો.
સ્ટેપ 9: હવે ચકાસણી કોડ દાખલ કરો.
સ્ટેપ 10: બુકિંગ અને રદ કરવા માટે મફત SMS મેળવવા માટે મુસાફરનો મોબાઇલ નંબર દાખલ કરો.
સ્ટેપ 11 : હવે ચાલુ રાખો બટન પર ક્લિક કરો.
સ્ટેપ 12 : બધી વિગતો તપાસ્યા પછી, ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરો અને 'ચાલુ રાખો' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 13 : હવે 'પે એન્ડ બુક' બટન પર ક્લિક કરો.
એજન્ટો 30 મિનિટ સુધી ટિકિટ બુક નહીં કરી શકે.
સામાન્ય મુસાફરોને પ્રાથમિકતા આપવા માટે, રેલ્વેએ ટિકિટ બુકિંગના શરૂઆતના સમયમાં અધિકૃત રેલ્વે એજન્ટો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે એજન્ટો સવારે 10:૦૦ થી 10:30 વાગ્યા સુધી એસી ટ્રેનો માટે તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. જ્યારે નોન-એસી માટે, આ પ્રતિબંધ સવારે 11:૦૦ થી 11:30 વાગ્યા સુધી લાદવામાં આવ્યો છે.