Rice papad-અમે તમને ઘરે જ ચોખા ના પાપડ ની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી તૈયાર કરી શકાય છે. ભોજન સિવાય, જો સાંજની ચા સાથે ચોખા ના પાપડ મળે તો મજા વધુ વધી જાય છે.
સામગ્રી
ચોખા - 1 કિલો
સાબુદાણા- 250 ગ્રામ
મીઠું - સ્વાદ મુજબ
પાપડ ખરો
તેલ - 4 ચમચી
બનાવવાની રીત
સૌ પ્રથમ, ચોખા અને સાબુદાણાને પાણીમાં ધોઈ લો
ચોખાને સ્વચ્છ કપડા પર ફેલાવો અને તેને સૂકવવા દો.
તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો.
હવે તમારા પાપડનો લોટ તૈયાર છે
હવે તમે લોટ લો અને જેટલુ લોટ લો તેનાથી ડબલ માપનુ પાણી લેવાનુ છે.
પહેલા આપણે એક તપેલી માં પાણી ઉકળવા મૂકી દઈશું....એમાં જીરું,તલ, અજમો,મીઠું,લીલા મરચા ની પેસ્ટ અને પાપડનો ખરો ઉમેરી.
પાણીમાં ઉકાળ આવી જાય તો તેમાં લોટ નાખવાનુ શરૂ કરો.
લોટને સતત હલાવતા રહો જેનાથી કે તેમાં ગડી ના પડે
20 મિનિટ સુધી લોટને હલાવતા હલાવતા રાંધવો
હવે નાના-નાના લૂઆ બનાવીને તેમાં તેલ લગાવી પાપડ બનાવો અને તેને તડકામાં સૂકવીને ડબ્બામાં ભરી લો.