Recipe- પનીર મસાલા Khichdi

Webdunia
શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (13:31 IST)
સામગ્રી: બાસમતી ચોખા - 200 ગ્રામ, મગ દાળ -50 ગ્રામ,ચણા દાળ 50 ગ્રામ,છીણેલું ગાજર -2 ગાજર,લીલા વટાણા - 30 ગ્રામ,કોબીજ  અડધા નાના નાના ટુકડાઓમાં સમારેલા ,પનીર -100 ગ્રામ,આદુ પેસ્ટ -1 ચમચી,1 ચમચી જીરું પાવડર ,2 પત્તા, તજ-2-3 લાકડીઓ, એલચી 2-3,1 tsp ધાણા પાઉડર,10 ગ્રામ કાળી મરી,અડધા ચમચી - હળદર પાવડર,ઘી 7 -8 tbsp, મીઠું સ્વાદપ્રમાણે.
 
બનાવવાની રીત-દાળોને ધોઈ સુકાવીલો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો . પછી પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો.હવે આદુ પેસ્ટ નાખી .પાંચ મિનિટ માટે ફ્રાય કરો  હવે પણ તજ અને એલચી પણ નાખો.હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો.પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ  પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article