વ્રતના ઢોકળા કે મોરિયાના ઢોકળા એક ત્વરિત અને સરળ ફળાહારી ઢોકળા છે જે સરળ સામગ્રીઓથી તૈયાર કરવામાં આવે છે
સામગ્રી - સાબુદાણા 1/4 કપ
મોરિયો - 1 કપ
ખાટુ દહી 1/2 કપ
આદુની પેસ્ટ 1/2 નાની ચમચી
તેલ - એક મોટી ચમચી
સ્વાદમુજબ મીઠુ
કાળા મરીનો પાવડર જરૂર મુજબ
લીલા મરચા - જરૂર મુજબ
ઈનો 1 પેકેટ જો તમે ન ખાતા હોય તો ન નાખશો.
પાણી જરૂર મુજબ
જાળીવાળા ઢોકળા બનાવવા માટેની સામગ્રી
તેલ 2-3 ચમચી
જીરું ½ ટીસ્પૂન
સફેદ તલ 1 ચમચી
8-10 મીઠા લીમડાના પાન
લીલા મરચા 2-3 સંશોધિત
4-5 ચમચી લીલા ધાણા
ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી
1 કપ સાફ કરેલી કોથમીર
લીલા મરચા 2-3
મગફળી 4-5 ચમચી
લીંબુનો રસ 1 ચમચી
ખાંડ 1 ચમચી
જીરું ½ ટીસ્પૂન
દહીં 2-3 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
આ સામગ્રીને મિક્સરમાં ચલાવી લો અને તેના પર આખા લાલ મરચા અને કઢી લીમડાનો વધારો નાખી દો.
ઢોકળા બનાવવાની રીત - ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પહેલા સાબદાણાને મિક્સરના જારમાં નાખીને વાટી લો અને એક બાઉલમાં કાઢી લો. (તમે સાબુદાણા તવા પર સાધારન સેકીને પણ વાટી શકો છો) હવે મિક્સરમાં મોરિયો પણ વાટી લો અને તેને વાટેલા સાબુદાણા સાથે મિક્સ કરી લો.
હવે તેમા સ્વાદમુજબ મીઠુ, દહી, ખાંડ, તેલ, આદુની પેસ્ટ અને લીલા મરચાનુ પેસ્ટ નાખીને મિક્સ કરો. પછી તેને એક કપ પાણીની સાથે સારી રીતે મિક્સ કરો અને ઢાંકીને વીસ મિનિટ માટે રાખી મુકો.
હવે ગેસ પર એક પેનમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કઢાહીથી ઢાંકીને પાણી ગરમ કરો. પાણી સારી રીતે ગરમ થઈ જાય તો એક ઉંડી થાળીમાં એક ચમચી તેલ નાખીને તેને ચિકણી કરો.
હવે ઢોકળાનુ મિશ્રણ લો તેમા ઈનો અને એક કે બે ચમચી પાણી નાખો. સારી રીતે મિક્સ કરો. તેલ લગાવેલી થાળીમાં આ મિશ્રણ પાથરી દો. ઉપરથી લાલ મરચાનો પાવડર અથવા કાળા મરીનો પાવડર છાંટીદો અને તેને વરાળમાં બાફવા માટે મુકી દો. આ ઢોકળાને પંદર મિનિટ સુધી બફાવા દો.
પંદર મિનિટ પછી જ્યારે ઢોકળા સારી રીતે ફુલી જાય તો તેને બહાર કાઢીને ઠંડા કરી લો.
હવે એક કઢાઈમાં વધાર માટે થોડુ સીંગતેલ લો. તેલ ગરમ થાય કે તેમા લાંબા સમારેલા લીલા મરચા, કઢી લીમડો અને તલ નાખો. આ વધાર તતડે કે તરત જ ઢોકળાની થાળી પર પાથરી દો અને ઉપરથી લીલા ધાણા જો તમે વ્રતમાં ખાતા હોય તો ભભરાવી દો નહી તો કોપરાનું છીણ ભભરાવીને ચટણી સાથે સર્વ કરો.