પાણીપુરી બનાવવાની રીત

બુધવાર, 12 જુલાઈ 2023 (16:23 IST)
સામગ્રી  - પૂરી માટે રવો એક વાડકી, મેંદો 2 વાડકી અને તળવા માટે તેલ.                                                                                                       
પાણી બનાવવા માટેની સામગ્રી -
પાણી બનાવવા માટે  વિધિ 
ભરવા માટે -
મીઠી ચટણી માટે - 
 
વિધી - રવાને અને મેદાને મિક્સ કરીને એકદમ કડક લોટ બાંધો. ભીના રૂમાલથી ઢાંકીને જુદો મુકી રાખો. તેલ ગરમ કરો. હવે નાની નાની લોઈ બનાવી પાતળી રોટલી (આગળ પાછળ પલટાવીને વેલણ ફેરવી) વણો. નાની વાડકી વડે કાપી લો. 
 
પાણી બનાવવા માટેની સામગ્રી - કેરી કે આમલી 500 ગ્રામ, જલજીરા 4 ચમચી, સંચળ 2 ચાની ચમચી, લાલ મરચુ 1 ચમચી, ખાંડ 4-5 ચમચી. 
 
 
વિધિ - કેરી કે આમલીના નાના ટુકડાં કરી કુકરમાં 4 કપ પાણી નાખી 2-3 સીટી વગાડી લો. ઠંડુ થયા પછી મિક્સરમાં ફેરવી લો. હવે તેને ચાળી લો. બાકી બધી સામગ્રી નાખી 3 કપ પાણી બીજુ ઉમેરી ઠંડુ કરી લો. 
                                                                     
ભરવા માટે - બાફીને બારીક કાપેલા બટાકા, ચટણી 3 ચમચી, બૂંદી 1/4 કપ પલાળેલી, સંચળ અડધી ચમચી, લાલ મરચું, 1/4 ચમચી , જીરુ(વાટેલું) 1/4 ચમચી, મીઠું સ્વાદ મુજબ. 
 
 
વિધિ : બધી સામગ્રી ભેળવી મુકો. 
 
મીઠી ચટણી માટે - 2 ચમચી વાટેલા આમચૂરને 1 કપ પાણીમાં પલાળી ઉકાળી લો. હવે આમાં 1/2 ચમચી સંચળ નાખી, 1 ચમચી વાટેલું જીરુ, ગરમ મસાલો 1/4 ચમચી, લાલ મરચું 1/4 ચમચી, ખાંડ 1/2 કપ ભેળવો અને ઠંડી કરો. 
 
હવે પુરીમાં અડધી ચમચી ભરાવ ભરીને ચટણી અને પાણીમાં ડુબાડી ખાવ.
 
                                                                   
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર