મસાલેદાર રેસીપી - દાળ હાંડી (Dal Handi)

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (16:42 IST)
ચણા અને ઉડદની દાળનુ મિક્સ વ્યંજન છે હાંડી દાળ. આ દાળ ભાત અને રોટલીના સાદા ટેસ્ટમાં મસાલેદાર સ્વાદનો તડકો લગાવી દે છે. રજુ છે અહી જુઓ તેને બનાવવાની રીત.. 
સામગ્રી - એક કપ ચણા દાળ, અડધો કપ અડદની દાળ (છોલટા વગરની), એક ઝીણી સમારેલી ડુંગળી, 2 ટામેટા ઝીણા સમારેલા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, એક ચમચી આદુ લસણનું પેસ્ટ, એક નાની ચમચી ધાણાજીરુ, અડધી ચમચી હળદર, સ્વાદમુજબ લાલ મરચુ, એક ચમચી ગરમ મસાલો, એક આખુ લાલ મરચું, અડધી નાની ચમચી હિંગ પાવડર, એક ચમચી જીરુ, સ્વાદમુજબ મીઠુ અને ઘી અથવા તેલ. 
 

દાળ કેવી રીતે બનાવશો તે જાણવા આગળ જુઓ... 

બનાવવાની રીત - સૌ પહેલા ચણા અને અડદની દાળને પાણીથી ધોઈને કુકરમાં જરૂરી પાણી હળદર અને મીઠુ નાખીને ગેસ પર મુકો. બે સીટી આવ્યા પછી તાપ ધીમો કરો.  ધીમા તાપ પર એક સીટી આવ્યા પછી ગેસ બંધ કરી દો. 
- હવે ગેસ પર વધાર માટે હાંડીમાં મધ્યમ તાપ પર મુકો અને તેમા ઘી ગરમ કરો. તેમા જીરૂ, આખુ લાલ મરચુ અને હિંગનો તડકો લગાવો.  પછી હાંડીમાં ડુંગળી, આદુ-લસણનું પેસ્ટ અને લીલા મરચા નાખી ધીમા તાપે થવા દો. 
જ્યારે ડુંગળી સોનેરી થાય ત્યારે તેમા ટામેટા, લાલ મરચુ, ગરમ મસાલો અને ધાણાજીરુ નાખીને થવા દો. 
 
જ્યારે ટામેટા નરમ પડી જાય તો કૂકરનું ઢાંકણ ખોલો. ચણા અને અડદની દાળને હાંડીમાં નાખીને  સારી રીતે હલાવીને મિક્સ કરો.  હવે એક મિનિટ સુધી દાળને મધ્યમ તાપ પર થવા દો અને ગેસ બંધ કરી દો. 
 
તૈયાર છે દાળ હાંડી, તેને લીલા ધાણાથી સજાવીને ભાત અને રોટલી સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Next Article