અન્ય સામગ્રી:
પનીર: 250 ગ્રામ
બ્રેડ ક્રમ્બ્સ: 1 કપ
તેલ: તળવા માટે
બનાવવાની રીત:
એક મોટા બાઉલમાં મેંદો, કાર્ન ફ્લોર, ઓરેગાનો, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, લસણ પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. પનીરને પાતળા અને લાંબા ટુકડાઓમાં કાપો. એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ ફેલાવો. એક પેનમાં તેલ ગરમ કરો. સૌપ્રથમ પનીરના ટુકડાને ખીરામાં ડુબાડો અને પછી તેને બ્રેડના ટુકડા પર સારી રીતે પાથરી દો.
આમ કરો જેથી બ્રેડ ક્રમ્બ્સ પનીરને બરાબર કોટ કરે. હવે તેને ગરમ તેલમાં મૂકીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.