ભોજનનો સ્વાદને ડબલ કરવા માટે બનાવો લીલા નારિયેળની ચટણી

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (06:08 IST)
ભોજનનો ચટપટું બનાવવા માટે ચટણી સૌથી સારું ઉપાય છે. આજે અમે તમને લીલા નારિયેળની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. આવો જાણી કેવી રીતે બનાવીએ નારિયેળની ચટણી 
સામગ્રી:
1 નાળિયેર, 1/2  વાટકી શેકેલી ચણાની દાળ, 
200 ગ્રામ કોથમીર, 
5-6 લીલા મરચાં, 
2 લીંબુનો રસ
, 2 ચમચી તેલ, 
1/2 ટીસ્પૂન રાઈ, 2-3 સુકા લાલ મરચાં, 
સ્વાદપ્રમાણે મીઠું, 
8-9 લીમડો
 
 
વિધિ 
- ગ્રીન કોકોનટની ચટણી બનાવવા માટે નારિયેળના નાના-નાના ટુકડા કાપી લો. 
- કોથમીરના ડૂંઠા કાઢી સમારી લો. 
- ત્યારબાદ મિક્સમાં નારિયળન ટુકડા, ચણા દાળ, કોથમીર, લીલા મરચા, લીંબૂનો રસ અને મીઠુ નાખી ઝીણુ વાટી લો. 
- ચટનીને એક વાસણમાં કાઢી લો. 
- તેલ ગરમ થતા તેમાં રાઈ અને લીમડો, સૂકા લાલ મરચા નાખી સંતાડો. 
- આ વઘારને ચટણીમાં નાખી દો. 
- તૈયાર ચટણીને બ્રેડ સમોસા ભજીયા સાથે ખાવો. 
- આ ચટણીને સ્ટોર પણ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Next Article