Viral Video: જંગલમાંથી પસાર થઈ કાર, અચાનક ગેંડાએ કર્યો હુમલો, પ્રવાસીઓના શ્વાસ અધ્ધર !

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (08:24 IST)
તમારા ઘરમાં જો કોઈ બિન બોલાયા મેહમાન આવી જાય તો તમે શું કરશો? જો તે મહેમાન શાંત અને નમ્ર સ્વભાવનો હોય, તો તમે તેની સાથે આદરપૂર્વક વાત કરશો અને તેના આવવાનું કારણ પૂછશો, પરંતુ જો કોઈ ખરાબ વર્તન કરવા માંડે, અથવા કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે, તો તમે પણ તેને તમારા ઘરમાંથી ભગાડવા માટે બળનો ઉપયોગ કરશો.  પ્રાણીઓનું પણ એવું જ છે. જંગલ તેમનું ઘર છે અને જ્યારે કોઈ તેમના વિસ્તારમાં આવે છે, ત્યારે તેઓ ગુસ્સે થાય છે, કારણ કે તેમને લાગે છે કે કોઈ તેમના વિસ્તાર પર કબજો કરવા આવ્યું છે. આવુ જ એક ગેંડાએ (Rhino attack car in jungle video) હાલમાં કર્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Latest Sightings - Kruger (@latestkruger)

(Video Instagram) 

સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક(Kruger National Park, South Africa) નો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે (angry rhino charge at jeep video) જેમાં એક ગેંડા કેટલાક લોકો પર હુમલો કરતો જોવા મળે છે. લેટેસ્ટ સાઇટિંગ્સ-ક્રુગર નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ગેંડા ભડકે છે અને હુમલો કરે છે. ગેંડા ખરેખર ગુસ્સામાં હોય છે અને આકસ્મિક રીતે તેમની નજીક જવું અથવા તેમને ગુસ્સો કરવો ખતરનાક બની શકે છે.
 
Rhinoએ કર્યો હુમલો 
વાયરલ વીડિયોમાં જંગલ સફારીની એક જીપ જંગલની વચ્ચેથી પસાર થઈ રહી છે. ત્યાં ઘાસ ખાતો ગેંડો કારને જુએ છે અને અચાનક તેના પર હુમલો કરવા આગળ વધે છે. જ્યારે કારની સ્પીડ વધે છે, તો  ગેંડો પણ પોતાની સ્પીડ વધારી દે છે અને દૂર દૂર સુધી કારનો પીછો કરે છે. કારમાં બેઠેલા પ્રવાસીઓના અવાજો સાંભળીને એવું લાગે છે કે તેઓ ડરી ગયા છે અને તેમના શ્વાસ અટકી ગયા છે!
 
વીડિયો થઈ રહ્યો છે  વાયરલ 
આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે ગેંડાના કાન આગળ છે પાછળની તરફ નથી, આ જોઈને લાગે છે કે તે ગુસ્સામાં નહીં પણ મજા માટે દોડી રહ્યો છે. એકે કહ્યું કે વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે કાર ગેંડાની ખૂબ નજીક આવી ગઈ હતી અને આ રીતે તેઓ તેની અંગત જગ્યાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, તેથી તેણે હુમલો કર્યો.

સંબંધિત સમાચાર

Next Article