અમેરિકા અને ચીન આવ્યા સામસામે, એકબીજાના સામાન પર લગાવ્યો ચાર્જ

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:26 IST)
અમેરિકા અને ચીન બંને દેશો એકબીજાના 16 અરબ ડોલર મૂલ્યના સામાન પર 25 ટકા ચાર્જ લગાવ્યો છે. વ્યાપારિક સંબંધ સુધારવાને લઈને બંને દેશોના અધિકારીઓની વાતચીત કોઈપણ પ્રકારની સફળતા વગર ગુરૂવારે સંપન્ન થઈ. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ 16 અરબ ડોલર મૂલ્યના ચીનની વસ્તુઓ પર 25 ટકા ચાર્જ લગાવ્યો. આ ચાર્જ હેઠળ ચીનના 279 ઉત્પાદોને નિશાન બનાવાયા. જેમા રસાયણ, પ્લાસ્ટિક, રેલવે ઉપકરણ અને અન્ય સામાનને સામેલ કરવામાં આવ્યો છે. 
 
બીજી બાજુ ચીને પણ 16 અરબ ડોલર મૂલ્યના 333 અમેરિકી વસ્તુઓ પર 25 ટકા ચાર્જ લગાવ્યો. ચાર્જના હેઠળ જે વસ્તુઓને સામેલ કરવામાં આવી તેમા ઈંધણ, ચિકિત્સા ઉપકરણ બસ અને અન્ય વસ્તુઓનો સમાવેશ છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા વાલ્ટર્સે એક નિવેદનમાં કહ્યુ કે અમેરિકા અનેચીનના પ્રતિનિધિમંડળો વચ્ચે બે દિવસની વાતચીત સંપન્ન થઈ છે. 

સંબંધિત સમાચાર

Next Article