ચાર્જફ્રેમના તબક્કે હાર્દિકને હાઈકોર્ટનો 30મી ઓગસ્ટની મુદતે હાજર રહેવાનો આદેશ

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:04 IST)
રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સહિત અન્યો સામે કોર્ટમાં ચાર્જફ્રેમના તબક્કે આરોપીઓ હાજર નહીં રહેતા આખરે કોર્ટે આખરી તક આપી આગામી 30મી ઓગસ્ટની મુદતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. સાથે હાઇકોર્ટમાં તેમના પડતર કેસનું સ્ટેટ્સ પણ જણાવવા માટે આદેશ આપ્યો છે. પાસના નેતા હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહના કેસમાં સરકાર તરફથી એડ્વોકેટ એચ.એમ. ધ્રુવ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અમિત પટેલ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર રહેવાનું ટાળી રહ્યો છે. તેમજ કોર્ટની કાર્યવાહીને ગણકારતો નથી. આરોપી ઇરાદાપૂર્વક કેસની પ્રક્રિયાને વિલંબમાં નાખી રહ્યો છે. કોર્ટે અત્યાર સુધી આરોપીની માગણી મુજબ તારીખો આપી છે. આરોપી પાસે જાહેરસભામાં લોકોને સંબોધન કરવાનો સમય છે પરંતુ કોર્ટમાં આવવાનો સમય નથી. જેથી આરોપી સામે પકડ વોરંટ ઇશ્યૂ કરી તેને આગામી મુદતે કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરવો જોઇએ. બીજી તરફ કોર્ટ સમક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, કોર્ટ આગામી મુદત આપે તો તે મુદતે તેઓ હાજર રહેવા તૈયાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર