જાણો જૂના ફર્નીચરને નવુ લુક કેવી રીતે આપશો

ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (09:09 IST)
ઘરના મોર્ડન લુક આપવા માટે જરૂરી છે કે ફર્નીચરને પણ નવો લુક આપીએ. કેટલાક એવ ઉપાય જે તમારા ફર્નીચરને ફરીથી નવો બનાવી શકે છે.જેથી તમારું ફર્નીચર ખૂબસૂરત જોવાય. જો તમે નવા ફર્નીચર ખરીદી રહ્યા છો તો તમારા જૂના ફર્નીચર એમજ રાખવું પડે છે . પણ જૂના ફર્નીચર સાથે તમે ક્રીએટીવિટી કરી શકો છો. તમે લાકદીના એક બોરિંગ કોફી ટેબલ પર કાંચના ટોપ લગાવી એને સેંટર ટેબલ બનાવી શકો છો. 
 
1. ખરબચડીને કવર કરો
 
જૂના લાકડીના ફર્નીચર પર દરારો આવી જાય છે . ડાર્ક રંગના લાકડી ફર્નીચર માટે  દરારો પર વાટેલી કૉફી લગાડો. 10 મિનિટ ઈંતજાર કરી એને પછી નરમ અને સૂકા કપડાથી લૂંછી નાખો. 
 
2. પેંટ કરો
 
અ ફર્નીચરને અનેરું લુક આપવા માટે એક પ્રભાવી રીત  છે. તમે તમારી ખુરશી અને ટેબલને ડિફરેંટ શેડસ થી પેંટ કરી એને પારંપરિક લુક આપી શકો છો. નવા રંગ ઋતુઓની અસરથી તમારા ફર્નીચરની રક્ષા કરે છે. 

3. ડાઘ દૂર કરો
 
તમે જાણો છો કે લાકડી પરથી ચા કે કૉફીના ડાઘ દૂર કરવું કેટલું અઘરું છે કેનોલા આઈલ અને વિનેગરથી ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે. . એક ચોથાઈ કેનોલા ઓઈલમાં ત્રણ ચૌથાઈ વિનેગર મિક્સ કરી કૉટનના કપડાની સહાયતાથી આ મિશ્રણને ફર્નીચર પર લગાડો. તમે થોડા જ મિનિટોમાં ફેરફાર જોશો. 

4. વ્હાઈટ પેંટ 

જો તમારા પડદા ડાર્ક કલરના છે તો તમારા ફર્નીચરને વ્હાઈટ રંગથી પેંટ કરો. જેથી તમારા રૂમને એક નવો લુક મળશે. આથી ફર્નીચર ક્લાસી દેખાશે  અને રંગના બેલેંસ પણ એલિંગેંટ રીતે રાખી શકાશે. 

5. દરારો દૂર કરો

જો તમારા ફર્નીચરના વાર્નિશ પર દરારો આવી ગયી છે તો કોઈ પણ વસ્તુ એને નવી નથી બનાવી શકતી. એનો ઉકેલ છે કે નેલ પાલિસની સહાયતાથી વાર્નિશ ને ઠીક કરો. એને દરારો વાળ સ્થાન પર લગાડો અને 10 મિનિટ સુધી ઈંતજાર કરો જ્યારે એ સૂકી જાય તો એને ચિકણો બનાવવા માટે સેંડપેપરથી ઘસવું . 

6. વાલપેપર્સનો  ઉપયોગ કરો

તમારા ઘરની સજાવટ મુજબ વાલપેપર્સ ખરીદો અને એના ફર્નીચરને આનાથી ઢાંકી દો. 
 
7. બ્લીચનો  ઉપયોગ કરો
 
જો તમારી પ્લાસ્ટીકની ખુરશીઓ ખરાબ થઈ ગઈ છે તો એને ફેંકશો  નહી પણ એક ડોલ ગરમ પાણી લો એમાં એક ચૌથાઈ કપ બ્લીચિંગ પાવડર મિકસ કરો એનાથી ખુરશી ઘસો અને સૂકા કપડાથી લૂંછી નાખો. તમને તરત જ ચમત્કાર જોવા મળશે.  
 
8. આમલી
 
દરેકના ઘરમાં બ્રાસ સિલ્વર કે બ્રાંજના મેડલ્સ કે ટ્રાફી નક્કી જ હોય છે. સમય વીતવાની  સાથે સાથે એના પર ધૂળ ના ડાઘ જોવા મળે  છે અને મૌસમના કારણે એના પર ડાઘ પડી જાય છે. એને આમલીથી સાફ કરી પાણીથી ધોઈ નાખો. પછી એને કપડાની સહાયતાથી સુકાવી લો. એ ફરીથી ચમકી જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર