હોલીવુડ સ્ટાર Pamela Anderson કોઈને કોઈએ કારણોસર ચર્ચામાં આવી જ જાય છે. 55 વર્ષની કેનેડિયન-અમેરિકન અભિનેત્રી Pamela Anderson ના જીવન પર ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે જેનું નામ છે 'Pamela, a love story'. આ ડોક્યુમેન્ટ્રી પામેલા એન્ડરસનના વિવાદાસ્પદ જીવન પર આધારિત છે. આ ડોક્યુમેન્ટ્રીના કારણે પામેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે, આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પામેલા એન્ડરસનના પૂર્વ પતિ જોન પીટર્સે(Jon Peters) તેનું નામ પોતાની વસિયતમાં સામેલ કર્યું છે. પામેલા એન્ડરસન અને જોન પીટર્સે વર્ષ 2020ની શરૂઆતમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા, જોકે તેમના લગ્ન માત્ર 12 દિવસ જ ચાલ્યા હતા.
પામેલા એન્ડરસનના પૂર્વ પતિ જોન પીટર્સે એક કરોડ ડોલર જુદા રાખ્યા છે. એસોબિઝની એક રીપોર્ટ અનુસાર 77 વર્ષીય જોન પીટર્સનું કહેવું છે કે તે પામેલા એન્ડરસન માટે પૈસા મૂકી રાખે છે પછી ભલે તેને તેની જરૂર હોય કે ન હોય, આ સાથે જોન પીટર્સએ કહ્યું કે તે પામેલાને હંમેશા પ્રેમ કરતા રહેશે.
જોન પીટર્સે વેરાયટીને જણાવ્યુ "હું હંમેશા મારા દિલથી પામેલાને પ્રેમ કરતો રહિશ મેં મારી વસિયતમાં એક કરોડ ડોલર અલગ રાખ્યા છે અને તેણીને તેની ખબર પણ નથી. આ કોઈને ખબર નથી. હું આ પહેલીવાર કહી રહ્યો છું. મારે કદાચ એવું ન કહેવું જોઈએ. તે તેના માટે છે, પછી ભલે તેને તેની જરૂર હોય કે ન હોય.' જોન પીટર્સે કહ્યું કે આ લગ્નથી હું ડરી ગયો હતો અને તેને મને અહેસાસ કરાવ્યો હતો કે આ ઉંમરે મને એક સાધારણ શાંત જીવન જોઈએ આંતરરાષ્ટ્રીય પ્રેમ સંબંધ નહીં. જોન પીટર્સે આગળ કહ્યું 'મને લાગે છે કે સૌથી સારી વાત જે આપણે કરી શકીએ તે એ કે થોડા દિવસો માટે હું દૂર જવું છે. દુનિયા જાણે છે કે અમે તે કર્યું છે અને હવે મને લાગે છે કે આપણે આપણું જીવન અલગ રીતે જીવવાની જરૂર છે.