રશિયા પર 9/11 જેવા ઘાતક હુમલાની માહિતી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનિયન ડ્રોન રશિયામાં ઘણી રહેણાંક ઇમારતોને ટક્કર માર્યું છે. આ હુમલો રશિયાના કઝાનમાં કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતો ઉડી ગઈ હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી. મૃત્યુ અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
<
9/11 style Drone attack on a building in Kazan,Russia.
— Sunanda Roy (@SaffronSunanda) December 21, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં ઘણાં ડ્રોન ઈમારતો સાથે અથડાતાં દેખાય છે. આ હુમલા બાદ રશિયાનાં બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.
અસરગ્રસ્ત લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે
હજુ સુધી આ ઘટનામાં કોઈના મોતના અહેવાલ નથી. પરંતુ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટેલિગ્રામ ચેનલો દાવો કરે છે કે અસરગ્રસ્ત ઇમારતોમાંથી રહેવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અગાઉ શનિવારે, રશિયન સંરક્ષણ મંત્રાલયે તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે તેના વાયુ સંરક્ષણ દળોએ તાતારસ્તાન પ્રજાસત્તાકની રાજધાની કાઝાન શહેર પર યુક્રેનિયન માનવરહિત હવાઈ વાહનને તોડી પાડ્યું હતું.
કઝાન શહેર યુક્રેનથી લગભગ 1400 કિલોમીટર દૂર છે.
રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું.
2001માં આતંકવાદીઓએ આવી જ રીતે 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. એમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્ત્વની ઈમારતો પર તૂટી પડ્યાં હતાં. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. બોઇંગ 767 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ પછી બીજું બોઇંગ 767 બિલ્ડિંગના સાઉથ ટાવર સાથે અથડાયું હતું.