પેનના ડાઘ કેવી રીતે સાફ કરવા?
જો તમારા કપડા પર પેનનો ડાઘ લાગી ગયો છે, તો તમે તેને ડેટોલની મદદથી સાફ કરી શકો છો. આ માટે જૂના સ્વચ્છ ટૂથબ્રશને ડેટોલમાં ડુબાડો. તેને ડાઘવાળી જગ્યા પર 2 મિનિટ સુધી ઘસો. તેનાથી ડાઘ ધીમે ધીમે હળવા થવા લાગશે. ફરી એકવાર બ્રશને ડેટોલમાં ડુબાડીને કપડા પર ઘસો. આ રીતથી ડાઘ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.