Russia: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, જમીન પર બેભાન અવસ્થામાં મળ્યા

Webdunia
મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (18:31 IST)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેમના રૂમના ફ્લોર પર પડી ગયેલા હાલત મળી આવ્યા. આ દાવો ક્રેમલિનના એક આંતરિક વ્યક્તિ દ્વારા સંચાલિત ટેલિગ્રામ ચેનલ પરની એક પોસ્ટમાં કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનના બોડીગાર્ડે તેમને તેમના રૂમના ફ્લોર પર પડી ગયેલા જોયા હતા. જો કે, તેમની તુરંત સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો.
 
ઉલ્લેખનીય છે કે  ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆર, નિયમિતપણે રશિયન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર ટિપ્પણી કરે છે અને કહે છે કે પુતિન બીમાર છે. ચેનલ પર એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તાનાશાહ તાજેતરના વિદેશ પ્રવાસ દરમિયાન બોડી ડબલ્સનો ઉપયોગ કરી રહ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article