Nostradamus Predictions- પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની મોટાભાગની આગાહીઓ સાચી સાબિત થઈ છે. નોસ્ટ્રાડેમસે સમગ્ર વિશ્વ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી ઘણી ઘણી ડરામણી છે.
આ પહેલાં સાલોમે કોરોના વાયરસ, યુક્રેન વિરુદ્ધ યુદ્ધ અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી અને આ આગાહીઓ સાચી સાબિત થઈ હતી. સાલોમની સરખામણી 16મી સદીના પ્રખ્યાત આગાહીકાર નાસ્ત્રેદમસ સાથે કરવામાં આવે છે.
તેમણે દાવો કર્યો છે કે, 2023ના અંત પહેલા વિશ્વમાં કુદરતી આફતો આવી શકે છે. તેમણે કહ્યું કે, આ આગાહીઓ કરવા પાછળ લોકોને ડરાવવાનો હેતુ નથી. તેમણે ચેતવણી આપી હતી કે, વર્ષ 2023 પૂર્ણ થાય તે પહેલાં વિશ્વભરમાં પૂર અને ધરતીકંપની ઘટનાઓ ઘટી શકે છે.
નોસ્ટ્રાડેમસનો જન્મ 14 ડિસેમ્બર, 1503 ના રોજ ફ્રાન્સના નાના ગામ સેન્ટ-રેમીમાં થયો હતો. તેણે તેની યુવાનીથી જ ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. એક એવી ઘટના બની જેણે સમગ્ર યુરોપમાં સનસનાટી મચાવી દીધી. એકવાર તે તેના મિત્ર સાથે ઇટાલીના રસ્તાઓ પર ફરતો હતો. ત્યારે તેણે ભીડમાં એક યુવાનને જોયો. યુવાન પાસે આવતાં તેણે માથું નમાવીને અભિવાદન કર્યું. જ્યારે મિત્રને આશ્ચર્ય થયું અને તેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે આ વ્યક્તિ પછીથી પોપની બેઠક લેશે. તે માણસ હતો ફેલિસ પેરેસી, જે 1585માં પોપ તરીકે ચૂંટાયા હતા.