US Hurricane Helene- અમેરિકામાં હૅલેન હરિકેન દક્ષિણ-પૂર્વ ભારે વિનાશ, 105 લોકોનાં મૃત્યુ

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (10:12 IST)
US Hurricane Helene- હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે દક્ષિણ-પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેરાયો છે અને વાવાઝોડાના કારણે અત્યાર સુધી 105 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
હજુ પણ અનેક લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. રાહત કાર્યમાં જોતરાયલા અધિકારીઓ પ્રમાણે મૃત્યુઆંક વધી શકે છે. વાવાઝોડાના કારણે માત્ર નૉર્થ કૅરોલાઇનામાં જ 30 લોકોનાં મૃત્યુ થયાં છે. સમગ્ર વિસ્તારમાં વાવાઝોડુંના કારણે વ્યાપક નુકસાન થયું છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે, હૅલેન વાવાઝોડાના કારણે મોટા પાયે નુકસાન થયું છે.
 
બીબીસી સાથે વાત કરતા ઇમરજન્સી સર્વિસના અધિકારી રાયન કોલએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે અકલ્પનીય નુકસાન થયું છે. ફ્લોરિડા અને જ્યોર્જિયામાં પણ ભારે તારાજી સર્જાઈ છે. મેં મારા જીવનમાં આ પ્રકારની કુદરતી આફત પ્રથમ વખત જોઈ છે.
 
ફ્લોરિડાના મિયામી, ટૅમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ હતી. 
 
ફ્લોરિડાના મિયામી, ટૅમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ હતી.
અમેરિકાના ફ્લોરિડા અને તેના કાંઠા વિસ્તારોમાં ગુરુવાર સાંજે હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે 225 (140 માઈલ પ્રતિકલાક) કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો.
 
વાવાઝોડના કારણે દરિયામાં 15થી 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં, જેના કારણે કાંઠા વિસ્તારના ભાગો બેટમાં ફેરવાઈ ગયા હતા. લોકોનાં ઘરો અને ઑફિસોમાં પાણી ભરાઈ જતાં નુકસાન થયું હતું.
 
ફ્લોરિડાના મિયામી, ટૅમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ હતી. દક્ષિણ-પૂર્વ અમેરિકામાં હજુ પણ લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર છે.
 
વિમા કંપનીઓ દ્વારા કહેવાયું છે કે આ તોફાનને કારણે 95થી લઈને 110 બિલિયન ડૉલર્સ (અંદાજિત 84 હજાર કરોડ રૂપિયાન)નું નુકસાન થયું છે.

સંબંધિત સમાચાર

Next Article