રૂસના વિસ્ફોટક પ્લાંટમાં ભીષણ આગ, અત્યાર સુધી 16 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (15:06 IST)
રૂસ (Russia) ના એક કેમિકલ પ્લાંટ (Chemical Plant) માં ભીષણ આગ લાગવાના સમાચાર છે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ આગ મોસ્કો(Moscow) ની દક્ષિણપૂર્વમાં સ્થિત પ્લાન્ટમાં લાગી (Russia Chemical Plant Blast) છે,  જ્યાં વિસ્ફોટકો ઉપરાંત હથિયારો બનાવવામાં આવે છે. ઘણા લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે. આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલા ઘણા વીડિયો રશિયાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં, મોસ્કોથી 300 કિલોમીટર દૂર જંગલમાં લેસ્નોય(Lesnoye) ગામની ફેક્ટરીમાં અનેક વાહનોને આગ લાગેલી જોઈ શકાય છે.
 
કટોકટી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ આગને કારણે 17 લોકો ઘાયલ થયા છે. એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે 9 લોકો વિશે વધુ માહિતી મળી નથી. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે રિયાઝાન પ્રદેશ(Ryazan region) માં પીજીયૂપી ઈલાસ્ટિક ફેક્ટરી (PGUP Elastic factory) તકનીકી પ્રક્રિયાઓ અને સલામતીનાં પગલાંનું ઉલ્લંઘન આગમાં પરિણમી શકે છે. પ્લાન્ટની વેબસાઇટ અનુસાર, આ નાગરિક ઉપયોગ માટે ઔદ્યોગિક વિસ્ફોટકો ઉત્પન્ન કરે છે, પરંતુ રક્ષા ક્ષેત્ર માટે દારૂગોળો તેમજ પનડુબ્બી માટે ગેસ જનરેટર પણ બનાવે છે.
 
વિસ્તારમાં 170થી વધુ બચાવદળ ગોઠવાયા 
 
મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને પહેલીવાર 08:22 વાગે  પ્લાન્ટમાં આગ લાગ્યાની માહિતી મળી હતી. સ્થાનિક વહીવટના પ્રમુખે અગાઉ TASS ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આગ લાગતી વખતે પ્લાન્ટના વર્કશોપની અંદર 17 લોકો હતા.  મંત્રાલયે કહ્યું કે તેણે આ વિસ્તારમાં 170 થી વધુ બચાવ ટીમો તૈનાત કરી છે. આ ઘટનાથી સત્તાવાર મૃત્યુઆંક વધવાની ધારણા છે, કારણ કે એક સૂત્રએ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર

Next Article