બ્રિટને કોવેક્સિનને મંજૂરી આપી- WHO બાદ હવે બ્રિટેને પણ COVAXINને મારી મંજૂરી

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (11:40 IST)
ભારતની સ્વદેશી વિકસિત વેક્સિન COVAXINને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજૂરી મળ્યા બાદ હવે વિશ્વના અનેક દેશોએ તેનો ઉપયોગ કરવાની માન્યતા આપી
છે. COVAXIN ને WHO પાસેથી ઇમરજન્સી યુઝ માટે મંજૂરી મળ્યા બાદ હવે બ્રિટેને પણ તેને મંજૂરી આપી દીધી છે અને તેને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ
એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. 
 
ભારત બાયોટેકની કોવેક્સિનને ટૂંક સમયમાં જ યુનાઈટેડ કિંગ્ડમ (UK) પોતાની અપ્રૂવ્ડ કોવિડ-19 વેક્સિન લિસ્ટમાં સામેલ કરવા જઈ રહ્યું છે, એટલે કે ઈંગ્લેન્ડ પહોંચેલા આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેમણે કોવેક્સિન વેક્સિન લીધેલી છે તેમને હવે આઈસોલેટ નહિ થવું પડે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.

સંબંધિત સમાચાર

Next Article