મોંઘવારીથી હાહાકાર! બાપરે...700 રૂપિયે કિલો લીલા મરચાં!

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (12:43 IST)
શ્રીલંકામાં એક મહિનામાં જ ખાવા-પીવાની સામાનની કિંમતમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત જ્યાં 18 રૂપિયા હતી. હવે તે વધીને 71 રૂપિયા થઈ ગઈ છે. એેટલે એક કિલો મરચાંની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાંની કિંમત 287 ટકાનો વધારો થયો છે. 
 
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દેવાળું ફૂંકવાના આરે છે. Advocata Instituteના Bath Curry Indicator દેશમાં રિટેઈલ વસ્તુઓની મોંઘવારીને લઈને આંકડા જાહેર કરે છે. BCIએ જણાવ્યું કે નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. 
શ્રીલંકામાં એક મહિનામાં જ ખાવા-પીવાની સામાનની કિંમતમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત જ્યાં 18 રૂપિયા હતી. હવે તે વધીને 71 રૂપિયા થઈ ગઈ છે. એેટલે એક કિલો મરચાંની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાંની કિંમત 287 ટકાનો વધારો થયો છે. 
 
શાકભાજીની શું કિંમત છે:
 
ટામેટા - 1 કિલોના 200 રૂપિયા
 
રીંગણ - 1 કિલોના 160 રૂપિયા
 
ભીંડા - 1 કિલોના 200 રૂપિયા
 
કારેલા - 1 કિલોના 160 રૂપિયા
 
બીન્સ - 1 કિલોના 320 રૂપિયા
 
કોબી - 1 કિલોના 240 રૂપિયા
 
ગાજર - 1 કિલોના 200 રૂપિયા
 
કાચા કેળાં - 1 કિલોના 120 રૂપિયા

સંબંધિત સમાચાર

Next Article