Video - પતંગ સાથે ઉડ્યો યુવાન - શ્રીલંકાના જાફનામાં ભારે પવનમાં પતંગે માણસને 40 ફૂટ ઊંચો ઉડાડ્યો.

ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (18:31 IST)
પતંગ ઉડાડવાનો શોખ એક શ્રીલંકનનો જીવ જોખમમાં પણ મૂકે છે. આવી જ એક ઘટના 20 ડિસેમ્બરે જાફનામાં બની હતી, જ્યાં લોકો પતંગ ઉડાવી રહ્યા હતા. ભારે પતંગ ઉડાવવાનો પ્રયાસ કરી રહેલ એક વ્યક્તિ ભારે પવનમાં પતંગ સાથે લગભગ 40 ફૂટ સુધી ઉડી ગયો હતો.

 
ઉંચાઈ પરથી પટકાયો પણ વધુ વાગ્યુ નહી 
 
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે હવે વાયરલ થઈ ચુક્યો છે. તેમા પતંગની ડોર પર લટકેલો એક વ્યક્તિ દેખાય રહ્યો છે. જેનુ નમ નાદરસ મનોહરન છે. મનોહરન સતત હવામાં ઉપર ઉઠતો જઈ રહ્યો છે. કેટલાક લોકો તેની પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે. તે લટકેલા વ્યક્તિને દોરી છોડવાનુ કહે છે. 
 
ઘણીવર સુધી મનોહરન ડોર સાથે લટકેલો રહે છે અને જ્યારે તેના હાથ થાકી જાય છે તો તે ડોર છોડી દે છે. જમીન પર પડ્યા પછી મનોહરન થોડી વાર સુધી ખૂબ દુખાવાને કારણે ત્યા જ પડ્યો રહે છે.  નવાઈની વાત એ છે કે થોડી વાર પછી તે પોતાના મિત્રો સાથે ચાલતો ત્યાથી નીકળી ગયો. મનોહરનને પેંટ પેડ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 
 
શ્રીલંકામાં પરંપરાગત રમત છે પતંગબાજી 
 
જાન્યુઆરી મહિનામાં થાઈ પોંગલ પર જાફનામાં પતંગ ચગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. થાઈ પોંગલ પર મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે પતંગ ઉડાવવાનો આનંદ માણે છે. આ અહીંની પરંપરાગત રમત છે. અત્યારે તેની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન મનોહરન સાથે આ અકસ્માત થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર