બિલ ગેટ્સે ઓમિક્રોન લહેર પર આપી ચેતવણી

બુધવાર, 22 ડિસેમ્બર 2021 (16:17 IST)
બિલ ગેટ્સની ડરામણી ચેતવણી - કહ્યું,આપણે મહામારીના સૌથી ખરાબ યુગમાં પ્રવેશી રહ્યાં છીએ  કહ્યું-મેં મારી ઘણી રજાઓ રદ કરી દીધી છે આપણે મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી રહ્યાં છીએ ઓમિક્રોન આપણા બધાને ઘરે દસ્તક દેશે. મારા નજીકના મિત્રો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને મેં મારી મોટાભાગની રજાની યોજનાઓ રદ કરી દીધી છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકાર ઓમિક્રૉનના વધતા સંક્રમણને જોતાં રેપિડ ટેસ્ટની 50 કરોડ કિટ્સ મફત ઉપલબ્ઘ કરાવવા જઈ રહી છે.  ઓમિક્રોન આપણા બધાને ઘરે દસ્તક દેશે. મારા નજીકના મિત્રો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને મેં મારી મોટાભાગની રજાની યોજનાઓ રદ કરી દીધી છે.
 
જો બાઇડન મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં નાતાલની રજાઓમાં લોકોને પોતાને સુરક્ષિત રહેવા માટે વિનંતી કરશે.
 
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાલ વધુ વૅક્સિન અને હૉસ્પિટલમાં વધારે તૈયારીની જરૂર છે પરંતુ લૉકડાઉનની જરૂર નથી.
 
અમેરિકામાં હાલ સંક્રમિત વ્યક્તિઓમાં ઓમિક્રૉન વૅરિયન્ટ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે.
 
અમેરિકામાં કોરોનાના કેસમાં લગભગ 75 ટકા કેસ ઓમિક્રૉનના છે.
 
ગત મહિને દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઓમિક્રૉન વૅરિયન્ટ જોવા મળ્યો હતો ત્યાર બાદ વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધ્યું છે.
 
જોકે અમેરિકામાં 73 ટકા કેસ વયસ્કોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, અને જેમણે રસી નથી લીધી તેમને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, " જો તમે રસી નથી લીધી તો તમારા બીમાર થવાનો ખતરો વધારે છે. વૅરિયન્ટ ખૂબ ઝડપથી પ્રસરે છે અને જેમનું રસીકરણ નથી થયું તેમના હૉસ્પિટલમાં દાખલ થવાનો ખતરો આઠ ટકા વધી જાય છે અને કોરોનાથી મૃત્યુ થવાનો ખતરો 14 ટકા વધારે હોય છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર