ભાત દરરોજ દરેકના ઘરમાં બને છે. ઘણા લોકોના ઘરમાં ભાતને બાફીને ખાવાનુ પસંદ કરે છે અને તેનુ પાણી ફેંકી દે છે પણ આ મુખ્ય ખાદ્ય પદાર્થ છે.
સામાન્ય રીતે લોકો કૂકરમાં ચોખા બાફવાને બદલે ચોખાને ઉકાળીને પાણી કાઢીને ખાવુ પસંદ કરે છે. પણ આવામાઅં લોકો એક ખૂબ મોટી ભૂલ કરે છે અને તે એ કે તેઓ ઉકાળેલા પાણી એટલે કે માંડના રૂપમાં ચોખાના બધા પૌષ્ટિક તત્વોને ફેંકી દે છે.
ચોખાનુ પાણી
જો તમે દરરોજ ભાત ખા રાંધીને પાણી ફેંકી નાખો છો તો તમે કદાચ આ નહી જાણો છો કે આ કેટલુ ફાયદાકારી છે. જો તમે દરરોજ તે પાણીથી ચેહરા ધોશો તો ચેહરો એકદમ જાપાની છોકરીઓની જેમ ચમકદાર લાગશે.
ઉલ્લેખનીય છેકે બાફેલા ચોખાનુ પાણી એટલે કે માંડ ખૂબ જ લાભકારી પદાર્થ છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે અને અનેક ગંભીર બીમારીઓથી બચાવ કરે છે. આ આરોગ્ય સાથે સાથે સુંદરતાને પણ નિખારે છે અને વાળ માટે પણ ખૂબ જ લાભકારી છે.
આવો જાણીએ ચોખાના માંડના શુ છે ફાયદા
ચોખાના માંડમાં શારીરિક ઉર્જાને બુસ્ટ કરવા એટલે વધારવાની તાકત છે. માંડમાં વિટામિન બી, સી અને ઈની પ્રચૂર માત્રા છે અને આ બધા વિટામિન શરીરનો થાક દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે.
ઋતુ મુજબ થનારા વાયરલ તાવમાં ચોખાનુ માંડ દવાની જેમ કામ કરે છે. જો વાયરલ થઈ ગયો છે તો ચોખાનુ ગરમા ગરમ માંડમાં મીઠુ નાખીને પીવાથી ફાયદો થાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે અને તાવના કારણે નબળી પડેલી પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. તેનાથી તાવ જલ્દી ખતમ થાય છે અને શરીરને પોષણ મળે છે.
- ચોખાનુ માંડ પીવાથી શરીરમાં લોહીનો સંચાર સારી રીતે થાય છે. એટલુ જ નહી આ શરીરના તાપમાને પણ સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે. તેને મીઠુ નાખીને ચોખાનુ માંડ પીવાથી આ સમસ્યા ખતમ થઈ જાય છે.
- ચોખાના માંડથી પાચન ક્રિયા સારી રહે છે અને પેટનો અપચો ખતમ થઈ જાય છે. ચોખાના માંડમાં ફાઈબરની પ્રચુરતા રહે છે અને આ કારણે તેનુ સેવન કરવાથી મેટાબોલિજ્મ સારુ રહે છે. ગામડાઓમાં આજે પણ મોટા લોકોને કે બાળકોને ઝાડા થઈ જાય તો ચોખાનુ માંડ પીવડાવવામાં આવે છે તેનાથી ઠીક થઈ જાય છે.
- ચોખાના માંડનુ સેવન કરવાથી કેંસર જેવી ગંભીર બીમારીની આશંકા ઘટી જાય છે. જો તમરા વાળ સફેદ થઈ રહ્યા છે અને ખરી રહ્યા છે. તેની ચમક ઓછી થઈ રહી છે તો વાળ ધોયા પછી ચોખાના માંડનો લેપ પ્રયોગ કરો. તેનાથી વાળ મજબૂત થશે અને તેમા ચમક આવશે. વાળની જડમાં ચોખાનુ માંડનો લેપ કરવો જોઈએ.
- ત્વચા જો સૂરજની અલ્ટ્રાવાયરટ કિરણોને સહન નથી કરી શકતુ અને ત્વચા પર ઈફેક્શન થઈ રહ્ય છે તો ચોખાના માંડને ચેહરા પર લગાવો. ઉલ્લેખનીય છે કે ચોખાના માંડમાં અલ્ટ્રા વાયલટ કિરણોનો પ્રભાવ ઓછો કરનારા ઓરિજેનૉલ તત્વ જોવા મળે છે.