લાલ મરચુ હોય કે લીલા મરચા ભોજનમાં જ્યા સુધી તેને નાખવામાં ન આવે ત્યા સુધી શાક અધુરુ લાગે છે. લીલા મરચાંની વાત કરીએ તો તેનો ઉપયોગ ફક્ત ભોજનમાં તીખાશ અને સ્વાદ વધારવા માટે જ નહી પણ આરોગ્ય માટે પણ લાભકારી હોય છે.
લીલા મરચા આરોગ્ય માટે ગુણોનો ખજાનો છે. આ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે સારુ બનાવવામાં મદદ કરે છે. જાણો...
1. લીલા મરચામાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે કોઈપણ પ્રક્રારના સંક્રમણથી શરીર અને ત્વચાની રક્ષા કરે છે.
2. લીલા મરચાંમાં એંટી-ઓક્સીડેંટ હોય છે જે શરીરની ઈમ્યુનિટીને વધારે છે.
3. લીલા મરચામાં ડાઈટ્રી ફાઈબર્સ પ્રચુર માત્રામાં હોય છે. જેનાથી પાચન ક્રિયા સુચારુ બની રહે છે.
4. શરીરની આંતરિક સફાઈ સાથે જ ફ્રી રેડિકલથી બચાવીને કેંસરના ખતરાને ઓછુ કરે છે.
5. દિલ માટે પણ લીલા મરચા ખૂબ લાભકારી હોય છે. એક શોધ મુજબ લીલા મરચાથી હ્રદય સાથે સંબંધિત બીમારીઓ ઠીક થઈ જાય છે.
6. લીલું મરચું દીઠા સહિત એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને મુકી દો અને સવારે ખાલી પેટ મરચાને કાઢીને તેનુ પાણી પી લો. આવુ એક અઠવાડિયા સુધી કરવાથી શુગર કંટ્રોલમાં આવી જાય છે.
7. મહિલાઓમાં મોટાભાગે આયરનની કમી થઈ જાય છે પણ જો તમે લીલા મરચાં ખાવા સાથે રોજ ખાશો તો તમારી આ કમી પણ પૂર્ણ થઈ જશે.
8. લીલા મરચામાં ઘણા બધા વિટામિન જોવા મળે છે જે સ્કિન માટે લાભકારી હોય છે.
લીલા મરચાં ખાતા પહેલા આ સાવધાની જરૂર રાખો
1. લીલા મરચા ખતા પહેલા આ સાવધાની જરૂર રાખો
1. લીલા મરચાનુ સેવન સીમિત માત્રામાં કરો. 1-2 થી વધુ મરચા ખાવામાં ન નાખો