Covid 19- WHO મુજબ કોરોનાની નવી લહેરથી બચવા માટે શું ખાવું શું નહી ?

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (12:20 IST)
કોરોના વાયરસએ એક વાર ફરીથી બધાની મુશ્કેલીઓ વધારી નાખી છે. કોરોનાનુ નવા રૂપ પણ ખૂબ સંક્રામક છે. થોડી પણ બેદરકારી આ મહામારીને નિમંત્રણ આપી શકે છે. વારં-વાર હાથ ધોવા, માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટેસિંગની સાથે-સાથે તમરે ખાવા-પીવા પર પણ વધારે કાળજી રાખવાની જરૂર છે.  આ ઋતુમાં સારા ન્યુટ્રીશન અને હાઈડ્રેશન ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેનાથી ગંભીર રોગ અને સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) એ જણાવ્યુ કે કોરોનાથી બચવા માટે કેવો ડાયેટ લેવી જોઈએ. 
 
કોરોનાથી બચવા માટે કેવી ડાયેટ લેવી- તમારે તમારી ડાયેટમાં ઘણા પ્રકારના તાજા ફળ અને અંપ્રોસેસ્ડ ફૂડ સામેલ કરવા જોઈએ જેનાથી તમને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને એંટીઓક્સીડેંટ મળી શકે. 
 
ઘણા બધા ફળ, શાકભાજી, દાળ, બીંસ જેવી દાણાવાળા શાક, નટસ અને અનપ્રોસેસ્ડ મકાઈ, બાજરા, ઓટસ, ઘઉં, બ્રાઉન રાઈસ, મૂળિયાવાળી શાકભાજી જેમકે બટાટા, શક્કરિયા અને અરવી ખાવી આ સિવાય મીટ, માછલી, ઈંડા અને દૂધને ડાયેટમાં શામેલ કરવું. 
 
દરરોજ ઓછામાં ઓછા 2 કપ ફળ( 4 સર્વિગ્સ), 2.5 કપ શાકભાજી 5 સર્વિગ્સ, 180 ગ્રામ કઠોળ અને 160 ગ્રામ મીટ અને સેમ ખાવું. અઠવાડિયામાં 1-2 વાર રેડ મીટ અને 2-3 ચિકન ખાઈ શકો છો. સાંજના સમયે  હળવી ભૂખ લાગતા પર કાચી શાકભાજી અને તાજા ફળ ખાવું. શાકભાજીને વધારે રાંધીને ન ખાવું. નહીતર તેના જરૂરી પોષક તત્વ નાશ થઈ જશે. જો તમે ડબ્બાપેક ફળ કે શાકભાજી ખરીદો છો તો ધ્યાન રાખો કે તેમાં મીઠું અને ખાંડ વધારે ન હોય. 
 
પાણી - બૉડી માટે પાણી ખૂબ જરૂરી છે . આ લોહીને પોષક તત્વોને પહોંચાડે છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને ઝેરીલા પદાર્થોને શરીરથી બહાર કાઢે છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી જરૂર પીવું. પાણી સાથે ફળ-શાકભાજીનો જ્યુસ અને લીંબૂ પાણી પણ પી શકો છો. સોફ્ટ ડ્રિક, કોલ્ડડ્રિંક, સોડા અને કૉફીની માત્રા ઓછી કરી નાખો. 
 
અનસેચુરેટેડ ફેટ્સ- ફેટી ફિશ, બટર, કોકોનટ ઑયલ, ક્રીમ, ચીઝ અને ઘીમાં મળતા સેચુરેટેડ ફેટની જગ્યા ડાયેટમાં અનસેચુરેટેડ ફેટ્સવાળી ફિશ, એવોકૉડો, નટસ, ઑલિવ ઑયલ, સોયા, કેનોલા, સૂર્યમુખી અને  કાર્ન ઑયલ શામેલ કરવું. રેડ મીટની જગ્યા સફેદ મીટ અને ફિશ ખાવું કારણ કે તેમાં ફેટ ઓછું હોય છે. પ્રોસેસ્ડ મીટ કદાચ ન ખાવું. 
 
બહારનું ભોજન ખાવાથી બચવું- કોરોના એકબીજાના સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે. તેનાથી બચવા માટે બહાર જવાની જગ્યા ઘરે જ ભોજન કરવું. આમ તો ઘણા રાજ્યોમાં બહાર રેસ્ટોરેંટમાં બેસીને પર પ્રતિબંધ લગાવ્યો છે. પણ લોકો બહારથી ભોજન મંગાવીને ઘરે જ ખાઈ શકે છે. 
 
આ વસ્તુઓથી દૂર રહેવુ - જાડાપણુ, દિલના રોગ, સ્ટ્રોક, ડાયબિટીઝ અને કેટલાક પ્રકારના કેંસરથી દૂર રહેવા માટે ખાંડ ફેટ અને વધારે મીઠુંના સેવન કરવાથી બચવું. દિવસભરમાં 1 ચમચીથી વધારે મીઠું ન ખાવું. 
 
જેટલું બને ટ્રાંસ ફેટસથી દૂર રહેવું- પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, સ્નેક્સ ફૂડ, ફ્રાઈડ ફૂડ, ફ્રોજન પિજ્જા, કુકીજ અને ક્રીમમાં ટ્રાંસ ફેટસ હોય છે. કોઈ પણ પ્રકારના બીજા રોગોથી કોરોનાવાયરસ થવાની શકયતા વધી  જાય છે. તેથી પોતાને પૂર્ણ રૂપથી આરોગ્યકારી રાખવું. 
 
પોષણવાળા ભોજન અને ઉચિત હાઈડ્રેશનથી આરોગ્ય અને ઈમ્યુનિટી સારી બનાવી શકાય છે. પણ આ કોઈ જાદૂ નથી. જે લોકો પહેલાથી રોગી છે કે પછી જે લોકોને કોરોના થઈ ગયો છે તેને તેમના માનસિક  આરોગ્યના પણ કાળજી રાખવાની જરૂર છે. જો તમે માનસિક રૂપથી સારું અનુભવી નહી કરી રહ્યા છો તો કોઈ મનોચિકિત્સનો સંપર્ક કરવો. 

સંબંધિત સમાચાર

Next Article