સવારે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી થાય છે ઘણા સ્વાસ્થ્ય લાભ, જાણો તમારે દરરોજ કેટલા કલાક ચાલવું જોઈએ?

Webdunia
ગુરુવાર, 25 એપ્રિલ 2024 (07:07 IST)
કુદરત આપણને જે જોઈએ છે તે બધું આપે છે. તેની અંદર તમામ પ્રકારની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. તેવી જ રીતે સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનો સંગ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે સમય ઓછો હોય, તો થોડીવાર માટે ઘાસવાળા પાર્કમાં ખુલ્લા પગે ચાલો. ઘાસ પર ચાલવાથી ઘણા ફાયદા થાય છે. આ વાતનો ખુલાસો એક રિસર્ચમાં થયો છે. જર્નલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક હેલ્થના એક અભ્યાસ અનુસાર, આજે લોકો સૌથી ખરાબ સમયમાં જીવી રહ્યા છે કારણ કે તેઓ પર્યાવરણ સાથે બિલકુલ જોડાયેલા નથી. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પૃથ્વીના ઈલેક્ટ્રોન સાથે જોડાઈ જાય છે તો તેના જીવનમાં ઘણા મનોવૈજ્ઞાનિક પરિવર્તનો આવે છે.
 
ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના ફાયદા
 
ટેન્શનથી આપે રાહત  - સવારે વહેલા ઊઘાડા પગે ઘાસ પર ચાલવાથી મન શાંત રહે છે. સવારની તાજી હવા, સૂર્યપ્રકાશ, હરિયાળી મનને તાજગી આપે છે. આ રીતે, દરરોજ ઘાસ પર ચાલવાથી, તમે ખૂબ જ હળવા અને ડિપ્રેશનથી દૂર રહો છો. તેથી, તમારે દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ.
 
ઊંઘમાં નહીં પડે કોઈ ખલેલ  -   આજના સમયમાં દરેક બીજી વ્યક્તિને ઉઘ સાથેની સમસ્યાનો સામનો  કરી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ શાંતિપૂર્ણ ઉંઘ લેવા માંગતા હોય  તો આજથી જ લીલા ઘાસ પર ઉઘાડા  પગે ચાલવાનું શરૂ કરો. દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ઘાસ પર ચાલો.
 
હાર્ટ રહેશે સ્વસ્થઃ દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘાસ પર ચાલવાથી હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર સંતુલિત રહે છે.
 
આંખો માટે પણ લાભકારી  -  ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પણ આંખો સ્વસ્થ રહે છે. એવું કહેવાય છે કે ઘાસ પર ચાલવાથી આંખોનું તેજ વધે છે.  
 
આટલા કલાક કરો વોક 
તમારે દરરોજ ઘાસ પર ખુલ્લા પગે કેટલો સમય ચાલવું જોઈએ? નિષ્ણાતોના મતે, જો તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના શરીરમાંથી રોગોને દૂર રાખવા માંગતા હોય, તો તમારે દરરોજ સવારે ઓછામાં ઓછા 15 મિનિટ ઘાસ પર ચાલવું જોઈએ. જો તમારી પાસે સમય હોય તો તમે 30 મિનિટ ચાલી શકો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડશે.

સંબંધિત સમાચાર

Next Article