સ્ટૉક માર્કેટની દમદાર શરૂઆત, Sensex માં 946 અંકોનો મોટો ઉછાળો, Niftyના આ શેર બન્યા રોકેટ

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (10:46 IST)
સતત ત્રણ દિવસોની મોટા ઘટાડા પછી આજે શેરબજારની દમદાર શરૂઆત થઈ છે. બીએસઈ સેંસેક્સ 946.97 અંક ઉછળીને 79,540.04 પર ખુલ્યો છે. બીજી બાજુ એનએસઈ નિફ્ટી 50 296.85 અંકોની તેજી સાથે 24,289.40 અંક પર પહોચી ગયો છે..  નિફ્ટીના 50માંથી 50 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. IndusInd Bank, Apollo, BPCLમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મંગળવારના રોજ શેરબજારોમાં અસ્થિર કારોબારમાં શરૂઆતી વેગ ટકી શક્યો ન હતો અને BSE સેન્સેક્સ 166 પોઈન્ટના નુકસાન સાથે બંધ થયો હતો. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં વધઘટ થશે તેવો અમારો અંદાજ છે.

સંબંધિત સમાચાર

Next Article