રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, અસમમાં જુદા જુદા પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી વિભાગે ઈચ્છુક ઉમેદવારો પાસેથી આવેદન આમંત્રિત કર્યુ છે. મેડિકલ ઓફિસર, મેનેજર, એંજિનિયર અને પ્રોગ્રામર સહિત 9 જુદા જુદા પોસ્ટ છે જેના પર ભરતી થવાની છે. બીજી બાજુ દરેક પદ માટે શૈક્ષણિક યોગ્યતા, આયુ સીમા અને પસંદગી પ્રક્રિયા જુદી જુદી નક્કી કરવામાં આવી છે. જેની માહિતી સત્તાવાર જાહેરાત પરથી લઈ શકાય છે. ખાસ વાત એ છેકે કુલ પદના 3 ટકા સીટ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત મુકવામાં આવી છે. જો તમે પણ આ પદ પર એપ્લાય કરવા જઈ રહ્યા છો તો આવેદન પહેલા તમામ પદો માટે ચોક્ક્સ જરૂરી માહિતી જાણી લેવી જરૂરી છે. જેથી આવેદન પત્ર ભરવા દરમિયાન ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો. યાદ રાખો કે આવેદનની અંતિમ તારીખ પછી અરજી પત્ર સ્વીકાર કરવામાં નહી આવે. બીજી બાજુ જરૂરી માહિતીઓ અમે પણ તમને આપી રહ્યા છીએ. જે આ પ્રકારના છે.
પદનુ નામ અને સંખ્યા - કુલ 9 પદ છે જેમા ટ્રેનિંગ કંસલ્ટેંટના 1. મેડિકલ ઓફિસરના 300 પોગ્રામરના 1, અસિસ્ટેંટ એંજિનિયરના 7, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટના 10, અર્બન હેલ્થ કોર્ડિનેટરના 2, જોનલ એંજિનિયરના 1, આશા પોગ્રામ મેનેજરના 1 અને સ્ટેટ પોગ્રામ કોર્ડિનેટર એનસીડીના 1 પદ ખાલી છે. જેને ભરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.
શૈક્ષણિક યોગ્યતા - દરેક પદ માટે જુદી જુદી શૈક્ષણિક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જેની માહિતી વિસ્તારથી તમે સત્તાવાર જાહેરાત દ્વારા લઈ શકો છો.
આયુ સીમા - આયુ સીમાની વિસ્તાર પૂર્વક માહિતી સત્તાવર જાહેરાત પરથે લો
આ રીતે કરો અરજી - અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે. જે નેશનલ હેલ્થ મિશનની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને કરવામાં આવશે. આવેદન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જે 20 સપ્ટેમ્બર 2018 સુધી ચાલુ રહેશે.
પસંદગી પ્રક્રિયા - આ પદ પર અભ્યર્થીની પસંદગી ઈંટરવ્યુના આધાર પર થશે. જેની માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવશે. ઈંટરવ્યુના આધાર પર જ આવેદકોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. નોકરીની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર લૉગ ઈન કરો.