પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો છે જ્યારે વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારના નિર્ણય બાદ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના વ્યાજ દર પહેલાની જેમ જ રહેશે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળે છે.
- પાંચ વર્ષની વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 7.4 ટકા વ્યાજ ચૂકવવાપાત્ર છે.
- સાથે જ બચત થાપણો પર વ્યાજનો દર વાર્ષિક ચાર ટકા રહ્યો.
- એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 5.5 ટકા રહેશે.
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) નો વાર્ષિક વ્યાજ દર 7.1 ટકા છે.
- રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) 6.8 ટકા વ્યાજ મળે છે.
ઉલ્લેખનીય છે કે વ્યાજ દરમાં ફેરફાર કરવાનો નિર્ણય સરકાર દ્વારા ત્રિમાસિક ધોરણે લેવામાં આવે છે. આજે આ ક્વાર્ટરનો છેલ્લો દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર છે. આ જ કારણ છે કે આગામી ત્રિમાસિક એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં સરકારે તેને ભૂલ તરીકે તરત જ પાછો ખેંચી લીધો હતો.