નીતીશ સરકારનો નિર્ણય, પ્રદર્શનો કરવામાં કાયદો તોડનારાઓને સરકારી નોકરી કે સરકારી કોન્ટ્રેક્ટ નહી મળે

બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (11:53 IST)
વિરોધ પ્રદર્શન, રોડ જામ કે આવા કોઈ અન્ય મામલે હંગામો થયો અને વિધિ વ્યવસ્થાની સમસ્યા ઉભી થાય છે તો પ્રદર્શનમાં સામેલ વ્યક્તિઓને ન તો નોકરી મળશે કે ન તો કોન્ટ્રેક્ટ.  આવા મામલે રિપોર્ટ નોંધાય છે અને કોઈ વ્યક્તિ માટે વિરુદ્ધ આરોપ પત્ર સમર્પિત થયો તો તેને પોલીસ વેરિફિકેશન રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવો પડશે. ચાર્જશીટેડ થતા આ વ્યક્તિઓને ન તો સરકારી નોકરી મળશે કે ન તો સરકારી કોન્ટ્રેક્ટ મળશે. 
 
બિહાર સરકાર સાથે જોડાયેલ કોન્ટ્રેક્ટમાં ચરિત્ર પ્રમાણ પત્ર અનિવાર્ય કર્યા પછી ડીજીપી એસકે સિંઘલે પોલીસ સત્યાપન પ્રતિવેદન (પોલીસ વેરિફિકેશન રિપોર્ટ)ના સંબંધમાં એક વિસ્તૃત આદેશ રજુ કર્યો છે. જેની જરૂર અનેક કાર્યો માટે હોય છે. બીજી બાજુ ચરિત્ર પ્રમાણપત્ર પણ આ રિપોર્ટના આધાર પર રજુ થાય છે. પોલીસ વેરિફિકેશન રિપોર્ટ દરમિયન કંઈ વાતોનો ખ્યાલ રાખવાનો છે અને કયા બિંદુઓ પર તપાસ કરવાની છે તેને પણ સ્પષ્ટ કર્યુ છે. 
 
પોલીસ વેરિફિકેશ રિપોર્ટમાં રહેશે ઉલ્લેખ 
 
બિહાર પોલીસના નવા ફરમાન પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, રસ્તા જામ કરવા વગેરે કેસમાં શામેલ થઈને કોઈ પણ પ્રકારના અપરાધિક કૃત્યમાં શામેલ થાય અને તેને આ કામ માટે પોલીસ દ્વાર આરોપ પત્ર પાઠવવામાં આવે તો તે સંબંધે વ્યક્તિના ચારિત્ર સત્યાપન પ્રતિવેદનમાં વિશિષ્ઠ અને સ્પષ્ટ રૂપે વ્યાખ્યા કરવામાં આવે. આ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
 
નીતીશ કુમાર સરકારના આ આદેશનો રાજદના નેતા તેવસ્વી યાદવે ભારે વિરોધ નોંધાવ્યો છે. તેજસ્વીએ સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર આકરા પ્ર્રહારો કર્યા હતાં. તેજસ્વીએ કહ્યું હતું કે, સરકાર બિહારના યુવાઓથી ફફડી ઉઠી છે અને માટે જ તે આ આદેશ દ્વારા યુવાઓને ડરાવવા માંગે છે. તેવસ્વીએ એમ પણ કહ્યું હતું કે, મુસોલિની અને હિટલરને પડકાર આપી રહેલા નીતીશ કુમાર કહે છે કે, જો કોઈએ પણ સત્તા વ્યવસ્થા વિરૂદ્ધ ધરણા પ્રદર્શનો કરી પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કર્યો તો તેમને સરકારી નોંકરી નહીં મળે. બિચારા 40 બેઠકો ધરાવતા મુખ્યમંત્રી કેટલા બધા ડરેલા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર