Kurkureને પ્લાસ્ટિક બતાવવા બદલ ફેસબુક, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર 2.1 કરોડનો દાવો

Webdunia
શનિવાર, 28 જુલાઈ 2018 (15:57 IST)
ટ્વિટરના એક યૂઝર નિખિલ જૉઈસને શુક્રવારે સવારે એક મેલ મળ્યો. તેમા લખવામાં આવ્યુ હતુ કે જૂન 2015માં કરવામાં આવેલ તેમના એક ટ્વીટને કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટમાં સોંપવામાં આવી રહી છે. નિખિલ કિશોરે ટ્વીટ કર્યુ હતુ, 'તમે ક્યારેય કુરકુરેને સળગાવવાની કોશિશ કરી છે ? તેમા પ્લાસ્ટિક છે.' 
 
આ રીતે સેંકડો લોકોને નોટિસ મળી છે કે તેમના એકાઉંટની ડિટેલ કોર્ટને સંપવામાં આવી રહી છે.  તેમા કહ્યુ છે કે આ માહિતી દિલ્હી કોર્ટને એ માટે આપવામાં આવી રહી છે કારન કે પેપ્સિકો ફેસબુક, ટ્વિટર, યૂટ્યુબ અને ઈસ્ટાગ્રામ પર પેપ્સિકોએ કેસ કર્યો છે.  1 જૂનના રોજ પેપ્સિકો ફેસબુક, ટ્વિટર, યૂ ટ્યુબ અને ઈસ્ટાગ્રામ પર પપ્સિકોએ કેસ કર્યો છે.   1 જૂનના રોજ પેપ્સિકોએ અનેક અમેરિકી પ્લેટફોર્ટ પર કેસ કર્યો. પેપ્સિકોનુ કહેવુ છે કે આ પ્લેટફોર્મ તેમના ઉત્પાદને બદનામ કરવાની અનુમતિ આપે છે.  દાવો છે કે તેનાથી કંપનીને 2.1 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. 
 
પેપ્સિકોએ કોર્ટને કહ્યુ છે કે સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલ વીડિયો અને પોસ્ટમાં બતાવ્યુ છે કે સ્નૈકમાં પ્લાસ્ટિક છે અને આ નુકશાનદાયક છે.  ટ્વિટર યૂઝર જોઈસ એ જણાવ્યુ કે જેવુ મને લાગે છે, પેપ્સીને લોકોના વાત કરવાથી પ્રોબ્લેમ છે અને આ તેને નકારવાની કોશિશ કરી રહ્યુ છે.  મારા ટ્વીટમાં પ્લાસ્ટિક શબ્દ પણ નહોતો ફ્કત 'પ્લા' હતો. 
 
સોમવારે કોર્ટે કહ્યુ હતુ કે જે લોકોને સોશિયલ મીડિયા પર કુરકુરે વિશે ટિપ્પણી કરી છે તેમની માહિતી બંધ કવરમાં આપવામાં આવે.  આ સ્પષ્ટ નથી કે એકાઉંટની કંઈ ડીટેલ કોર્ટને આપવામાં આવી છે. યૂટ્યુબનુ કહેવુ છે કે તેણે આવી સામગ્રીની URL ડિલીટ કરાવી દીધી છે.  ફેસબુક અને ટ્વિટરે પણ પોસ્ટ હટાવવાનો દાવો કર્યો છે. 
 
પેપ્સિકોએ ફક્ત ફેસબુકની જ 3,412 પોસ્ટની લિંક કોર્ટને આપી છે.  બીજી બાજુ ટ્વિટરની તો લાખો લિંક આપવામાં આવી છે.  કોર્ટે આદેશ આપ્યો છે કે કુરકુરે સાથે જોડાયેલ સામગ્રીને બ્લોક કરવામાં આવે.  જો કે આઈટી એક્ટની ધારા 79 મુજબ ફેસબુક અને બીજા પ્લેટફોર્મ આ માટે જવાબદાર નથી. 

સંબંધિત સમાચાર

Next Article