રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાનીને ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેંજર્સની લિસ્ટમાં નંબર 1 રેંક આપવામાં આવી છે. આ લિસ્ટમાં દુનિયાભરના લાખો લોકોની જીંદગી બદવા અને ઈંડસ્ટ્રીઝમાં ફેરફાર લાવનારાઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેમ ફોર્બ્સે મુકેશ અંબાણીની પસંદગી કરી?
મુકેશ અંબાણીએ રિલાયન્સ Jio મોબાઈલ નેટવર્કથી ઈન્ડિયાના ટેલિકોમ માર્કેટમાં ક્રાંતિ કરી. રિલાયન્સ Jioએ ઓછા ભાવમાં સૌથી ઝડપી ઈન્ટનેટ કનેક્ટિવિટીનો દાવો કર્યો છે. 6 મહિનામાં 10 કરોડ ગ્રાહકો સાથે રિલાયન્સ Jioએ હલચલ પેદા કરી દીધી છે. ફોર્બ્સે મુકેશ અંબાણીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું, ‘ભારત ડિજિટલ રિવોલ્યુશનમાં પાછળ ન રહી શકે, જે કંઈ પણ ડિજિટલાઈઝ્ડ થઈ શકે તેમ હોય તેને કરવું જોઈએ.
મુકેશ અંબાણી સિવાય આ યાદીમાં હોમ એપલાયન્સ કંપની ડાયસનના ફાઉન્ડર જેમ્સ ડાયસન, સાઉદીના ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, આફ્રિકન રિટેલ ટાયકુન ક્રિસ્ટો વીજે અને બ્લેક રૉકના ફાઉન્ડર લેજી ફિંક જેવી હસ્તીઓને સ્થાન મળ્યું છે.